<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

ટ્રકમાં ફેલ્સપાર પાવડરની બોરીની આડમાં છુપાવી લાખોનો દારૂનો જથ્થો સાથે બે ઇસમો ઝડપાયા

પોલીસે ટ્રક સહીત ૩૩ લાખથી વધુના મુદામાલ કબ્‍જે લીધોઃ કામગીરીમાં એલસીબી પીએસઆઈ બી વી બોરીસાગર, ભરતભાઈ વાઘેલા, વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગૌસ્વામી, ધર્મરાજસિંહ જાડેજા, રવિરાજભાઈ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતની એલસીબી ઝોન ૧ રાજકોટ શહેર ટીમની સફળતા

રાજકોટઃટ્રકમાં ફેલ્સપાર પાવડરની બોરીની આડમાં છુપાવી લાખોનો દારૂનો જથ્થો લઇ જતા ટ્રકને ઝડપી લઈને રાજકોટ એલસીબી ટીમે દારૂનો જથ્થો અને ટ્રક સહીત ૩૩ લાખથી વધુના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લીધા છે
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૧ સજનસિંહ પરમારની સુચનાથી રાજકોટ સીટી ઝોન ૧ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન અમદાવાદ રાજકોટ હાઈવે પર દારૂ ભરેલ ટ્રક પસાર થવાની બાતમી મળતા ટીમે કુવાડવા રોડ પર વોચ ગોઠવી હતી અને હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક સામે ટ્રકને આંતરી લઈને તલાશી લેતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો
ટ્રકમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૯૩૬ કીમત રૂ ૬,૫૧,૪૫૬ રોયલ સ્ટગ વ્હીસ્કી બોટલ નંગ ૨૦૫૨ કીમત રૂ ૧૩,૮૦,૯૯૬ મેકડોવેલ્સ વ્હીસ્કી બોટલ ૪૬૮ કીમત રૂ ૨,૬૨,૫૪૮ અને બે મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર અને ટ્રક જીજે ૨૫ યુ ૫૩૮૨ કીમત રૂ ૧૦ લાખ સહીત કુલ રૂ ૩૩,૦૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી હીરાભાઈ સાવધારિયા અને નાથાભાઈ સાવધારિયા રહે બંને ભાણવડ વાળાને ઝડપી લીધા છે તો આરોપી જયંતી રાઘવ ચૌહાણ રહે નવાગામ રાજકોટ વાળો નાસી ગયો હતો
જે કામગીરીમાં એલસીબી પીએસઆઈ બી વી બોરીસાગર, ભરતભાઈ વાઘેલા, વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગૌસ્વામી, ધર્મરાજસિંહ જાડેજા, રવિરાજભાઈ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતની એલસીબી ઝોન ૧ રાજકોટ શહેર ટીમ જોડાયેલ હતી

(4:48 PM IST)