<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

૨૨.૯૫ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સને એલસીબી ઝોન-૧ ટીમે પકડી લીધા: દારૂ મંગાવનાર ભાગી ગયો: રાજસ્થાનથી આવેલો દારૂ સિરામિક કંપનીમાં વપરાતા પાવડર નીચે છુપાવેલો હતો: એએસઆઇ ભરતભાઈ વાઘેલા, હેડકોન્સ વિજેન્દ્રસિંહ ઝાલા તથા જીતુભા ઝાલાની બાતમી: ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએસઆઇ બી.વી. બોરીસાગરની ટીમની કામગીરી

રાજકોટઃ શહેર  એલસીબી વધુ એક વખત લાખોનો દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી લઇ બે શખ્સને પકડી લીધા છે. સીરામીક કંપનીમાં વપરાતા સફેદ પાવડર નીચે ૨૨ લાખ ૯૫ હજારનો દારૂ છુપાવેલો હતો. દારૂ મંગાવનાર નવગામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. કુલ ૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે થયો છે.

દારૂ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના મળી હોઇ જે અન્વયે એલસીબી ઝોન ૧ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ. ભરતભાઈ વાઘેલા તથા પો.હેડ.કોન્સ વિજેન્દ્રસિંહ ઝાલા તથા જીતુભા ઝાલાને બાતમી મળતા  કુવાડવારોડ અમદાવાદ રાજકોટ હાઇ-વે  ક્રિષ્ના વોટર પાર્ક સામે રોડ પરથી ટ્રક નમ્બર  નં. GJ-25-U-5382 આંતરી તલાસી લેતાં પાછળ સીરામીક કંપનીમાં વપરાતો સફેદ પાવડરનો જથ્થો મળ્યો હતો. દારૂની બાતમી હોઈ આ પાવડરનો જથ્થો હટાવતા નીચેથી અલગ અલગ દારૂનો ૨૨ લાખ ૯૫ હજારનો જથ્થો મળતા કબ્જે કરી બે શખ્સ હીરા ચનાભાઈ સાવધારીયા ઉ.વ.૩૨ ધંધો ડ્રાઇવિગ રહે. મોખાણાગામ તા.ભાણવડ જી. દેવભુમી દ્વારકા તથા નાથા બીજલભાઇ સાવધારીયા ઉ.વ. ૩૬ ધંધો. ડ્રાઇવિંગ રહે. પટેલ ફળી મોખાણાગામ તા. ભાણવડ જી. દેવભુમી દ્વારકાને પકડી લીધા છે.

જ્યારે જયંતિ રાઘવભાઇ ચૌહાણ (રહે. નવાગામ રંગીલા સોસાયટી સરકારી સ્કુલની પાછળ) ભાગી ગયો હતો. તેણે આ જથ્થો મંગાવ્યો હતો.

 

 

પોલીસે ટ્રકમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. બોટલો નંગ. ૯૩૬ કિંમત રૂ. ૬,૫૧,૪૫૬, રોયલ સ્ટગ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. બોટલો નંગ. ૨૦પ૨ કિંમત રૂ. ૧૩,૮૦,૯૯૬ તથા મેકડોવેલ્સ નં. ૧ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. બોટલો નંગ. ૪૬૮ કિંમત રૂ. ૨,૬૨,૫૪૮ તેમજ ૧૦ હજારના બે ફોન તથા ટ્રક, પાવડર મળી કુલ મુદામાલ રૂ. ૩૩,૦૫,૦૦૦નો જપ્ત કર્યો છે

પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા તથા એડી.પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૧ સજજનસિંહ પરમારની સૂચના અનુસાર આ કામગીરી પોલીસ સબ ઈન્સ. બી.વી.બોરીસાગર તથા એ.એસ.આઈ ભરતભાઈ વાઘેલા તથા પો.હેડ.કોન્સ વિજેન્દ્રસિંહ ઝાલા તથા જીતુભા ઝાલા તથા મનરૂપગીરી ગૌસ્વામી તથા ધર્મરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ રવીરાજભાઇ પટગીર તથા સત્યજીતસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

 

(7:25 PM IST)