<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ: મેગા ડ્રાઈવ, ગેરકાયદેસર પ્રવૃતિ કરતા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી: પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ જે.જી. રાણા અને ટીમોની કામગીરી

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા સંયુકત પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર પાર્થરાજસિંહ ગોહીલ (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી.વી.જાધવ સાહેબ (પુર્વ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ  સાંજે ૫:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી અમો પોલીસ ઈન્સ્પેકટર એ.બી.જાડેજા તથા પો.સબ.ઈન્સ. જે.જી.રાણા તથા એચ.જે.સોલંકી તથા એ.આર.રાઠોડ તથા વી.એમ.બરાડીયા એમ કુલ-૫ અધિકારીઓ તથા આજીડેમ પોલીસ સ્ટેશનના કુલ-૩૫ પોલીસ કર્મચારીઓ સાથે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના માંડા ડુંગર, માનસરોવર પાર્ક, શાક માર્કેટ તથા રવીવારી બજારમાં મેગા ફુટ પેટ્રોલીંગ કરી પાનના ગલ્લા, લારીઓ તથા ચાની હોટલો ખાતે શંકાસ્પદ વ્યક્તિઓ તથા પરપ્રાંતીય મજુરો તથા હીસ્ટ્રીશીટર, ટપોરીઓ, એમ.સી.આર., તથા પ્રોહી. બુટલેગર્સ ને ચેક કરી નીચે જણાવ્યા મુજબની કામગીરી કરેલ છે. (૧) દેશી દારૂ કેશ - ૨, (૨) છરી સાથે એક વ્યક્તિને પકડી જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી કરેલ. (૩) કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મોટર સાઈકલ ચલાવી મળી આવેલ ઈસમ વિરૂધ્ધ એમ.વી.એક્ટ કલમ ૧૮૫ મુજબ કાર્યવાહી કરેલ છે. (૪) પાનના ગલ્લા તથા ચા ની હોટલ પાસે જાહેરમાં ધુમ્રપાન કરતા પાંચ વ્યક્તિઓ વિરૂધ્ધ કોપટા એક્ટ મુજબ કાર્યવાહી કરેલ છે.(૫) પરપ્રાંતીય મજુરોને ચેક કરી બી રોલ - ૧૦ ભરી તે અંગે કાર્યવાહી કરેલ છે.(૬) બીએનએસ કલમ ૧૨૮ કેશ-૧૦, (૭) હિસ્ટ્રીશીટર ચેક ૧૨, (૮) એમ.સી.આર. ચેક-૧૩, (૯) ટપોરી ચેક -૪ અને (૧૦) ૮ બુટલેગર્સને ચેક કરવામાં આવ્યા હતાં.

(8:28 PM IST)