News of Tuesday, 26th November 2024
સદ્ગુરૂદેવ પૂ.પારસમૂનિ મ.સા.ની રાજકોટમાં પધરામણીઃકાલે જૂનાગઢ તરફ વિહાર
ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ..જગદિશમૂનિ.મ.સા.ના સુશિષ્ય શહેરમાં મધરલવ,રોયલ પાર્ક ઉપાશ્રયની બાજુમાં,યુનિ.રોડ ખાતે આજે સ્થિરતા

રાજકોટઃતા.૨૬:ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.જગદિશમુનિ મ.સા.ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ.શ્રી પારસમૂનિ મ.સા.આજે રાજકોટ ખાતે ‘‘મધરલવ'',રોયલ પાર્ક ઉપાશ્રયની બાજુમાં સ્થિરતા કરશે.ભાવિકાને દર્શન-વંદનનો લાભ મળશે. જ્યારે તા.૨૭ને બુધવારના રોજ જૂનાગઢ તરફ વિહારના ભાવ ધરાવે છે.વધુ માહિતિ માટે ચંદ્રકાંતભાઇ શેઠ (મો.૯૮૨૪૦૪૩૭૬૯),અજયભાઇ ભીમાણી (મો.૯૩૭૪૧૦૦૧૫૯) મયૂરભાઇ શાહ (મો.૯૪૨૮૨૦૦૦૭૫) તથા નિતીનભાઇ મહેતા (મો.૯૨૨૭૨૧૨૦૪૫) નો સંપર્ક કરી શકાશે.
પૂ.ગુરૂદેવ તા.૨૭ ના સવારે રીબડા તથા સાંજે ગોંડલ ખાતે લલીતભાઇ સંઘવી (મો.૯૮૨૫૫૫૨૨૨૫) ના નિવાસ સ્થાને, તા,૨૮ અને તા.૨૯ ના જેતપૂર મૂકામે શ્રી બોઘાભાઇ સ્થા.જૈન સંઘ ખાતે (મો.૯૮૨૫૭૮૧૯૫૦-જીતુભાઇ),તા. ૩૦ ના રોજ વડાલ તથા. ૧ થી ૩ ડિસેમ્બરના રોજ જૂનાગઢ ખાતે સ્થિરતા કરશે(વજુભાઇ દામાણી-૯૮૨૪૨૫૧૨૬૨). જ્યારે તા.૪ ડિસેમ્બર જેતપુર અને તા.૫ના રોજ રાજકોટ પધરામણી કરવાના ભાવ ધરાવે છે.(૩૮.૪)
(11:57 AM IST)










