<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના નિવૃત થયેલ ૩૭ કર્મચારીઓને હાઇકોર્ટે આપેલ મોટી રાહત

એડવોકેટ બી.બી.ગોગીયા, ગોગીયા એસોશીએટ દ્વારા હાઇકોર્ટમાં ધારદાર રજુઆત કરાતા

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના ૩૭ નિવળત થયેલ કર્મચારીઓને હાઈકોર્ટ દ્વારા મોટી રાહત આપ્‍યાનું જજમેન્‍ટ આપેલ છે. આ કેસની વિગત એવી છે કે યુનિવર્સિટીના ધણા કર્મચારીઓને ૧૯૮૧ પહેલાનું પગાર ગ્રેડ આપી તેઓનું પગારનું ફિકસેશન કરવામાં આવેલ અને તે રીતેનો પગાર નિવળત્ત તારીખથી નિવળત્ત થયા ત્‍યાં સુધી તેના આધારે આપવામાં આવેલ. નિવળત્તી વખતે આ બાબતે ઓડિટ ખાતાએ વાંધો લઈ જણાવેલ કે યુનિવર્સિટીએ પગાર વધારો કરી આપેલ છે તે બિનઅધિકળત હતો અને યુનિવર્સિટીની તેમ કરવાની સત્તા ન હતી. એટલે ઓડિટના વાંધા કારણે નિવળત્તી પછી દરેક કર્મચારીઓના નિવળત્તી પછી તેમને મળવાપાત્ર ગ્રેચ્‍યુઈટીની રકમમાંથી મળેલ પગાર અને મળવાપાત્ર પગારની તફાવતની રકમ વસુલ કરવામાં આવેલ.

જેની સામે યુનિવર્સિટીએ સરકારશ્રીને ધણી રજુઆતો કરેલ પણ યુનિવર્સિટી સફળ થયેલ નહી. જેથી કુલ ૩૭ કર્મચારીઓ નામ. ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ. જે રીટ પીટીશન બહુ મોડેથી દાખલ કરેલ હોય

સીંગલ જજશ્રીએ તે રીટીશન સ્‍વીકારેલ નહી. જેની સામે કર્મચારીઓએ તથા તેમના યુનિયન એટલે કે યુનિવર્સિટી નિવળત્ત કર્મચારી એસોસીએશન વતી શ્રી વી.એસ. જોશી તથા અન્‍ય કર્મચારીઓએ મળી હાઈકોર્ટની ડીવીઝન બેંચમાં અપીલ કરેલ. નામ. ગુજરાત હાઈકોર્ટના ડીવીઝન બેંચે અપીલ અંગે યુનિયન અને કર્મચારીઓના વકીલને સાંભળેલ અને યુનિવર્સિટીના તથા સરકારશ્રીના વકીલને પણ લંબાણપુર્વક સાંભળેલ અને નામ. ડીવિઝન બેંચે કર્મચારીઓની તરફેણમાં અપીલ મંજુર કરેલ અને ઠરાવેલ કે કર્મચારીઓને જે પગાર ફીક્‍સ કરવામાં આવેલ તેમાં કોઈ ભુલ થયેલ નથી અને તે કાયદેસર રીતે યુનિવર્સિટીની સત્તા અનુસાર મંજુર કરવામાં આવેલ. જેથી તેઓની ગ્રેચ્‍યુઈટીની રકમમાંથી કપાત કરેલ રકમ જે તે વ્‍યક્‍તિને અને ગુજરી ગયેલ હોય તો તે કર્મચારીઓના વારસોને ત્રણ માસની અંદર ચુકવી આપવાનો હુકમ કરેલ છે.

આ કામમાં યુનિયન અને કર્મચારીઓ વતી ખ્‍યાતનામ એડવોકેટશ્રી બી.બી. ગોગીયા, રવી. બી. ગોગીયા, કાજલ કલવાણી તથા આનંદ ગોગીયા વકીલ તરીકે રોકાયેલ હતા

(2:11 PM IST)