News of Tuesday, 26th November 2024
આ કામે મુળ ફરિયાદી તરફે યુવા વકીલશ્રી પ્રિયાંક જે. ભટ્ટ, ડેનિશ જે. અયોધ્યા ચોક પાસે છરી - પાઇપ વડે હુમલો કરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા.૨૬: અયોધ્યા ચોક પાસે ફુટપાથ ઉપર છરી તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડવાના ગુન્હામાં આરોપીની રેગ્યુલર જામીન અરજીને સેશન્સ કોર્ટ રદ્ કરી હતી.
આ કેસની વિગત એવી છે કે, ગત તા.૦૧/૧૧/૨૦૨૪ ના રોજ આશરે સાંજના સાડા સાતેક વાગ્યે ફરિયાદી અયોધ્યા ચોક ઓફીસની સામે તેમનું મો.સા. રાખેલ હતું અને ત્યાં ફૂટપાથ ઉપર આવેલ ઇંડાની રેકડી વાળા રફીકભાઈ સાથે વાત-ચીત કરતા હતા તે સમય દરમ્યાન ફરીયાદીએ, આરોપીઓ સામે અગાઉ પોલીસ સ્ટેશનમાં કરેલ અરજી તથા અગાઉ થયેલ ઝઘડાઓનો ખાર રાખી આરોપીઓ પુર્વ આયોજીત કાવતરૂ રચી એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચીને ઉપરોકત બનાવવાળા સ્થળે આરોપીઓએ, ફરિયાદી ઉપર છરી તથા લોખંડના પાઈપ વડે આડેધડ ઘા મારી જીવલેણ હુમલો કરી ફરીયાદીને જમણા હાથે કાંડા પાસે તથા કોણી પાસે તથા જમણી બાજુ બગલથી નીચેના ભાગે પડખામાં તથા ડાબા હાથે આંગળીઓને ભાગે તથા માથામાં પાછળના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડવાના ગુનામાં આરોપી - મનિષભાઈ બાબુભાઈ ધામેચા, રહે, જીવંતીકાનગર શેરી નં.૧, સોનલ નિવાસની સામે, ગાંધીગ્રામ, રાજકોટ વાળા વિરૂધ્ધ સદરહું ગુન્હાના સંબંધે બી.એન.એસ.ની કલમ-૧૦૯(૧), ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧(૩), ૧૯૦, ૬૧(૨)(એ) તથા જી.પી.એકટની કલમ-૧૩૫(૧) વિગેરે મુજબનો ગુન્હો કર્યા અંગેની રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નોંધાવામાં આવેલ હતી.
ત્યારબાર પોલીસે આરોપીને પકડી સેન્ટ્રલ જેલ હવાલે કરેલ અને ત્યારબાદ આરોપી - મનીષભાઈ બાબુભાઈ ધામેચા, રહે. જીંવતીકાનગર શેરી નં.૧, સોનલ નિવાસની સામે, ગાંધીગ્રામ, રાજર્કોટ વાળાએ તેમના વકીલશ્રી મારફત સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતા સરકારી વકીલશ્રી એ.એ.પી. દ્વારા પણ જામીન અરજી સામે સખત વાંધો લેવામાં આવ્યો તેમજ મૂળ ફરીયાદી-પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટભાઈ રમેશભાઈ લખવાણી વતી તરફે વકીલશ્રી પ્રિયાંક જે. ભેટુ મારફત આરોપીની જામીન અરજીના વિગતવાર લેખિત વાંધાઓ રજુ કરેલ તેમજ જામીન અરજીનો વિરોધ કરતા વિશેષમાં મૌખિક રજૂઆત કરેલ કે સદર આરોપીનો સમાજ વિરોધી ગંભીર ગુન્હો હોય, આરોપી તથા તેમના ઘરના સભ્યો અગાઉ થયેલ ઝઘડાઓને ખાર રાખીને ફરિયાદીના ઘર પાસેથી અવાર-નવાર નીકળતા હોય, જેથી ફરીયાદીને બીક લાગતી હોય, તેમજ હાલના આરોપી વિરૂધ્ધ અગાઉ શરીર સંબધેના ગંભીર ગુન્હાઓ નં.૧) રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-૩૨૩, ૩૨૪, ૩૦૭ વિગેરે ગુનાઓ સબબની ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે અને જો તેમને જામીન આપવામાં આવશે તો તેમને કાયદાનો કોઈ ડર રહેશે નહિ અને ફરી પાછા આવા ગંભીર ગુન્હાઓ આચરશે તે લેખિત તથા મૌખિક રજુઆતોને ધ્યાને લઈ જજશ્રી એસ.સી.મકવાણાએ આરોપી- મનીષભાઈ બાબુભાઈ ધામેચાની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે.
મહેતા, કિરણસિંહ જી. ચુડાસમા તથા મીત એલ. પારેખ રોકાયેલા હતા.
(2:39 PM IST)










