<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

કલેકટરના આદેશ બાદ ડીએસઓ અને મધ્‍યાહન ભોજનની ટીમોના ૭ થી ૮ કેન્‍દ્રો ઉપર દરોડાનો દોર

સડેલા અનાજના વિવાદની આગ હજુ લબકારા મારી રહી છે : લોધીકામાં બે સ્‍કૂલ ઝપટેઃ અનાજ તથા બાળકોની સંખ્‍યા સહિત તમામ બાબતોની તપાસણી

રાજકોટ તા. ર૬: રાજકોટ શહેર-જીલ્લામાં સસ્‍તા અનાજની દુકાનો ઉપર સડેલા અનાજના વિતરણનો વિવાદ ઉભો થયા બાદ પૂરવઠાના દરોડા પડયા અને નમુના લેવાયા...પરંતુ રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીની સીધી સૂચના બાદ આજ બપોરથી ડીએસઓ શ્રી રાજશ્રી વાંઘવાણી અને મધ્‍યાહન ભોજન યોજનાના રીના મેડમની ટીમો રાજકોટ અને લોધીકા ક્ષેત્રના ૭ થી ૮ મધ્‍યાહન ભોજન કેન્‍દ્રો ઉપર ત્રાટકી છે, અને બાળકોને અપાતા ભોજન અને તમામ પ્રકારનું કાચૂ અનાજ, તેલ, મરી-મસાલા, ગોળ-ઘી-ચણા-દાળ વિગેરેની ચકાસણી શરૂ કરી છે, અનાજ સડેલુ છે કે કેમ તે જોવાઇ રહ્યું છે.

લોધીકા તાલુકાની બે શાળા કુમાર છાત્રાલય અને કન્‍યા છાત્રાલય ખાતે ટીમો દોડી ગઇ છે, અને તમામ બાબતો ચકાસી, તથા કુલ કેટલા બાળકો ભોજન લ્‍યેછે, અને બને છે કેટલાનું, સંખ્‍યામાં તફાવતો નથીને તે પણ જોવાઇ રહ્યું છે, તાજેતરમાં પુરવઠા સલાહકાર સમિતિની મીટીંગમાં સાંસદ શ્રી રામભાઇ મોકરીયા તથા ચેમ્‍બરના પ્રતિનિધિ રાજુભાઇ જુંજાએ કલેકટર સમક્ષ સડેલા ઘઉં-ચોખા-દાળ રજુ કરતા, પ્રભવ જોષી ચોંકી ઉઠયા હતા અને તેના ગયા અઠવાડિયે ગાંધીનગર-રાજકોટ પુરવઠાની ટીમોએ સસ્‍તા અનાજના દુકાનદારોને ત્‍યાં દરોડા પાડી અનાજના નમુના લઇ લેબોરેટરીમાં મોકલ્‍યા હતા, ત્‍યાં આજે ડીએસઓ અને મધ્‍યાહન ભોજનની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સંભવતઃ સાંજ સુધીમાં કલેકટરને રીપોર્ટ કરાશે.

(2:40 PM IST)