<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ઓશોનું નવું તરોતાજા માસીક હિન્‍દી મેગેઝીન ઓશો વલ્‍ડ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ઉપલબ્‍ધ

ગુરૂ નાનક દેવ જન્‍મોત્‍સવવિશેષ અંક કા સ્‍વાગત અપ્‍યો દિપૌ ભવ, સાક્ષી ઔર ભકિત કા માર્ગ, સ્‍વામિ સત્‍ય પ્રકાશ દ્વારા છેલ્લા ૪૯ વર્ષોથી ઓશો મેગેઝીનનોની વહેતી જ્ઞાનગંગાની જયોત્ત ને પ્રજજવલીત રાખેલ છે

રાજકોટઃ સંબુધ્‍ધ રહસ્‍યદર્શી સદગુરૂ ઓશોના પ્રવચનો સાંભળવા ખરેખર જીવનનો એક લ્‍હાવો છે. જેમાં વિવિધ મેગેઝીનનું માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્‍ય સાધકોએ જીવનને સુગંધમયી બનાવ્‍યું છે. ત્‍યારે ફરી ઓશોના સાહિત્‍યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે. ઓશોના પ્રવચનો સાંભળી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા લોકો માટે ઓશો વલ્‍ડ નામના હિન્‍દી માસીક મેગેઝીનને ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ઉપલબ્‍ધ કરાવી સ્‍વામિ સત્‍ય પ્રકાશે છેલ્લા ૪૯ વર્ષોથી ઓશો મેગેઝીનોની વહેતી જ્ઞાનગંગાની જયોતને પ્રજજવલીત રાખેલ છે.

નવા ઓશો વલ્‍ડ મેગેઝીનના મુખ્‍ય કેન્‍દ્રબિંદુઓ રસમય હોઓ રાસમય હોઓ, વૈરાગ્‍યકા અસલી અર્થ, પ્રેમ સંતુલત હૈ... જીવન ઔર મૃત્‍યુ કા, સૃજન ઔર સૃજનકર્તા, ધર્મ ખંડ ઔર જ્ઞાનખંડ, ધ્‍યાન આંતરીક ક્રાંતિ હૈ,ગુરૂ નાનકદેવ કા સ્‍વાગત, ધ્‍યાન કા દ્વારઃ સરલતા, છૈડો અપની વીણા કા તાર, સંદેશ-પ્રત્ર, રહસ્‍યદર્શી સદગુરૂ, ધારાવાહિક, વિજ્ઞાન ભૈરવ તંત્ર, જીવન શૈલી, કવિતા એસ ધમ્‍મે સનંતનો, હંસતા હુઆ જીવન, ધ્‍યાન-વિધિ, બૌધકથા આગામી ધ્‍યાન શિબિરે, સ્‍વાસ્‍થ્‍ય તથા વિશેષ સ્‍વામિ ચૈતન્‍યકિર્તી નો વિશેષ હૈ જયોતિર્મય મેરે ભીતર ઉતરો સંપાદકીય લેખ. ઓશો વલ્‍ડ માસિક હિન્‍દી મેગેઝીન દિલ્‍હીથી ઓશો ધામ દ્વારા પ્રકાશીત થયા છે. સુંદર આર્ટ પેપર કલર લેમીનેટ્‍સમાં ૮૦ પેઇઝનું મેગેઝીન છે. જેની છુટક કિ. ૧પ૦/- છે. વાર્ષિક લવાજમ બાય કુરીયરથી મોકલવાના ભારતમાં ર૪૦૦/- રૂ. છે

ઓશો વલ્‍ડ મેળવવા માટે તથા વાર્ષિક લવાજમ ભરવા માટે રાજકોટના સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર,ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪- વેદવાળી ડી.માર્ટ પાછળ, રાજકોટ મો.નં. ૯૪ર૭રપ૪ર૭૬

ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિર, કિસાનપરા ચોક, રાજુભાઇ ફુલવાળાની બાજુમાં, એ.જી. ઓફિસ પાછળ રાજકોટમાં પ્રેમનંદિની ૯૮ર૪પ૮૪૪રર, સ્‍વામિ દેવગતી-૯૯રપપ૦૦૪૭૯, વિશેષ માહિતી માટે - સ્‍વામિ સત્‍યપ્રકાશ -૯૪ર૭રપ૪ર૭૬. સંજીવ રાઠોડ-૯૮ર૪૮૮૬૦૭૦.

(2:46 PM IST)