તા. ૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 26th November 2024
નલીયા કરતા ગાંધીનગર - નર્મદા અને દાહોદમાં ઠંડીનું વધુ પ્રમાણ
દાહોદ ૧૧.૧, ગાંધીનગર ૧૧.૪, નર્મદા ૧૧.૬, નલીયા ૧૩.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ તા. ૨૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીની અસર વધવા લાગી છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર અનુભવાય છે.
આજે કચ્છના નલીયામાં ૧૩.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે તેનાથી નીચુ દાહોદમાં ૧૧.૧, ગાંધીનગર ૧૧.૪, નર્મદામાં ૧૧.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
આ ઉપરાંત રાજકોટમાં ૧૫, પોરબંદર ૧૫.૨, જામનગરમાં ૧૫.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૧૫.૫, મહત્તમ ૨૯.૫, ભેજનું પ્રમાણ ૬૧ ટકા, પવનની ગતિ ૪.૭ કિ.મી. રહી હતી
(2:47 PM IST)










