<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

માધવપુર-ઓશો આનંદ આશ્રમ ખાતે માં બોધિ નિરા (ડો. લીઝા)ના સાનિધ્‍યમાં ચાર દિવસીય ઓશો ધ્‍યાન શિબિર, હૃદયાંજલી પુષ્‍પાંજલી

ઓશો જન્‍મદિન નિમિતે

આયોજન,સંચાલન-માં બોધિનિરા (ડો. લીઝા સૌજીત્રા) નિર્વાણ મા આનંદ સ્‍વાતિ (સ્‍વાતિમાં) ને હૃદયાંજલી, પુષ્‍પાજંલી શિબિર માં સહભાગીતા માટે અગાઉથી નામ નોંધણી લાખાણીભાઇ મો.નં. ૯૯૭૯૮૮ર૭૪૦ પર કરાવવી કમ્‍પલસરીઃ ચાર દિવસીય શિબિર(૮ થી ૧૧ ડીસે.) દરમ્‍યાન મરૂન તથા વ્‍હાઇટ રોબ પહેરવો કમ્‍પલસરી રહેશેઃ નામ નોંધણી શરૂ 

રાજકોટઃ આગામી તા. ૧૧ ડીસે.ના રોજ સંબુધ્‍ધ રહસ્‍યદર્શી સદગુરૂ ઓશો ના જન્‍મદિન નિમિતે પોરબંદરના ઔશો સન્‍યાસીની માં બૌધિ નિરા (ડો. લીઝા સોજીત્રા) એ માધવપુર ઘેડ ખાતે આવેલ આોશો આનંદ આશ્રમ પર ૮ થી ૧૧ ડીસે.૪ દિવસીય ઓશો ધ્‍યાન શિબિરનું તથા નિર્વાણમાં આનંદ સ્‍વાતિને હૃદયાંજલી પુપ્‍પાંજલીના કાર્યક્રમનું આયોજન કરેલ છે. શિબિરનું સંચાલન પણ તેઓજ કરવાના છે. 

માં બોધિનિરા (ડો.લીઝા) પોરબંદરમાં સીવીલ હોસ્‍પિટલમાં કલાસવન મેડીકલ ઓફિસર છે. તેઓ બાવીસ વર્ષોથી નિર્વાણ સ્‍વામિ બ્રભેવેદાંતજી સાથે રહીને માધવપુરમાં ઓશો  આનંદ આશ્રમ પર અનેક ઓશો  ધ્‍યાન શિબિરોનું સંચાલન કરેલ છે. તેઓએ માધવપુરા, રાજકોટ, જુનાગઢ, જામનગર, ઉપલેટામાં અનેક ઔશો ધ્‍યાન શિબિરોનું સંચાલન કરેલ છે. અનેક લોકોએ તેમના સાનિધ્‍યમાં ઓશો  સન્‍યાસ લીધેલ છે. ગયા વર્ષે (ર૦ર૩) ઔશો પુના આશ્રમ બચાઓ અભિયાનમાં તેઓ સૌરાષ્‍ટ્રમાંથી ૮૦ સન્‍યાસીઓના સંઘને લઇને પુના ગયેલા.

હાલમાં માધપુરના ઓશો  આનંદ આશ્રમમાં નિર્વાણ પામેલા માં આનંદ સ્‍વાતિ(સ્‍વાતિમાં) છેલ્લા પ૦ વર્ષોથી ઔશો આશ્રમ માધવપુરમાં તન,મન,ઘન થી આશ્રમ ડેવલપમેન્‍ટ, શ્રમ ધ્‍યાન, અને સાધકોને આધ્‍યાત્‍મિક માર્ગદર્શન સ્‍વામિ બ્રભેવેદાંતજી સાથે રહીને અમુલ્‍ય સેવા આપેલ છે.

બ્રિટનની હાઇફાઇ લાઇફ સ્‍ટાઇલ અને ડોકટરની પત્‍ની હોવા છતાં બધુ છોડીને ઓશોનો સન્‍યાસ લીધેલ. અને માધવપુરમાં ઓશો આનંદ આશ્રમ પર છેલ્લા પ૦ વર્ષોથી પણ વધારે સમયથી રહેતા હતા. તેઓ ઓશો સન્‍યાસીઓના હૃદયમાં કાયમી રહેશે.

વ્‍યસ્‍ત જીવનમાં તમામ સાંસારીક કાર્ય કરતા રહીને પણ વ્‍યકિત પોતાની અંતયાત્રા દ્વારા આધ્‍યાત્‍મિક શાંતિ તેમજ સચ્‍ચિદાનંદ સ્‍વરૂપ પ્રાપ્‍ત કરી શકે તે માટે પᅠૂર્ણ સ્‍વાતંત્રતાથી પ્રેમમયી જીવન જીવવાની કલા શીખવતી ઓશો ધ્‍યાન પધ્‍ધતી દરેક સંપ્રદાયના સાધક વર્ગ માટે ખુબજ પ્રભાવશાળી છે.

ઉપરોકત ઓશો જન્‍મદિન નિમિતે યોજેલ શિબિરમાં સહભાગી થવા ઓશો સન્‍યાસી પ્રેમીઓને માં બોધીનિરાએ  અનુરોધ કરેલ છે.

ખાસ નોંધ : શિબિરમાં સહભાગી માટે લાખાણીઇભાઇના મો.નં. ૯૯૭૯૮૮ર૭૪૦ પર રજી. કરાવવું અત્‍યંત જરૂ છે. શિબિરમા઼ સ્‍વૈચ્‍છીક ડોનેશન  સ્‍વીકાર્ય છે. મરૂન તથા વ્‍હાઇટ રોબ કમ્‍પલસરી છે.

(2:48 PM IST)