<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના ઉપપ્રમુખ પદે રાજકોટના ડો.દિપેશ ભાલાણીની વરણી : રાજય કક્ષાની વિવિધ કમીટીઓમાં રાજકોટના તબીબોની નિમણુંક

રાજકોટઃ ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના ઉપપ્રમુખ તરીકે રાજકોટના જાણીતા ઇ.એન.ટી.સર્જન ડો.દિપેશ ભાલાણીની વરણી કરવામાં આવી છે તથા રાજય કક્ષાની વિવિધ કમીટીઓમાં રાજકોટના તબીબોને નિમણુંક કરવામાં આવી છે એમ ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો.કાંત જોગાણી અને સેક્રેટરી ડો.અમીષ મહેતાની સંયુકત યાદીમાં જણાવાયું છે.

પ્રમુખ ડો.કાંત જોગાણીએ જણાવ્‍યું છે કે, ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન- ગુજરાતમાં આ વર્ષે ઉપપ્રમુખ તરીકે રાજકોટના જાણીયા ઇ.એન.ટી.સર્જન ડો.દિપેશ ભાલાણીની વરણી કરવામાં આવી છે. ડો.દિપેશ ભાલાણી ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પૂર્વ પ્રમુખ છે. તેમણે ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન- રાજકોટ માં વિવિધ હોદા પર પોતાની સેવા આપી છે. ડો.ભાલાણીએ ઇ.એન.ટી. સોસાયટી ઓફ રાજકોટના પુર્વ પ્રમુખ, પુર્વ સેક્રેટરી, ટ્રસ્‍ટી, થાઇરોઇડ ડિસઓર્ડર વર્કશોપના ઓર્ગેનાઇઝીંગ ચેરમેન, ઇ.એન.ટી.તબીબોની રાજય કક્ષાની કોન્‍ફરન્‍સના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી, ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન-ગુજરાતની કોન્‍ફરન્‍સમાં ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી સહિત અનેક જવાબદારી સફળતા પુર્વક બજાવી છે. તેઓ પટેલ મેડીકલ સોસાયટી-રાજકોટના પુર્વ પ્રેસીડન્‍ટ છે. તેઓ ઇ.એન.ટી. તબીબોના સંગઠન અને ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશનમાં વર્ષોથી કાર્યરત રહયાં છે.

ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશનના સેક્રેટરી ડો.અમિષ મહેતાએ ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતની વિવિધ કમીટીમાં રાજકોટના તબીબોની નિમણુંક થઇ છે એ વિશે માહિતી આપતા જણાવ્‍યું છે કે, નેશનલ વાઇસ પ્રેસીડન્‍ટ(ઇલેકટ) ડો.યજ્ઞેશ પોપટ, આઇ.પી.પી. ગુજરાત સ્‍ટેટ બ્રાન્‍ચ ડો.ભરત કાકડીયા, સેન્‍ટ્રલ વર્કિંગ કમીટીમાં ડો.રશ્‍મી ઉપાધ્‍યાય, ડો.હિરેન કોઠારી, ડો.અમીત અગ્રાવત, ડો.સંજય ભટૃ, સ્‍ટેટ વર્કીગ કમીટીમાં ડો.ચેતન લાલસેતા, ડો.પારસ શાહ, ઝોનલ જોઇન્‍ટ સેક્રેટરી ડો.જય ધિરવાણી, પી.પી.એસ. માં ડો.ભાવેશ સચદે, એસ.એસ.એસ.માં ડો. પિયુષ ઉનડકટ, એડીટોરીયલ બોર્ડના મેમ્‍બર તરીકે ડો.કમલેશ કાલરીયા, કોલેજ ઓફ જી.પી.ના મેમ્‍બર ડો.વસંત કાસુન્‍દ્રા, ેહેલ્‍થ સ્‍કીમમાં ડો.પ્રફુલ કમાણી, એફ.ડબલ્‍યુ.એસ. માં ડો.તેજસ કરમટા, સાયન્‍ટીફીક કમીટીમાં ડો.દુષ્‍યંત ગોંડલીયા, આઓ ગાઉ ચલે પ્રોજેકટમાં ડો.રૂકેશ ઘોડાસરા, એચ.પી.એસ.માં ડો.કાંત જોગાણીની વરણી કરવામાં આવી છે.

ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન- રાજકોટના પ્રમુખ જાણીતા ન્‍યુરોસર્જન ડો. કાંત જોગાણી, સેક્રેટરી ડો.અમિષ મહેતા, આઇ.પી.પી. ડો.પારસ શાહ, પ્રેસીડન્‍ટ ઇલેકટડો.જયેશ ડોબરીયા, ઉપપ્રમુખ તરીકે ડો.દેવેન્‍દ્ર રાખોલીયા, એડિટર ડો.કૃપાલ પુજારા, ટ્રેઝરર ડો. કમલેશ કાલરીયા, જોઇન્‍ટ સેક્રેટરી ડો.મનીષા મોટેરીયા, ડો.ચિંતન કણસાગરા, જોઇન્‍ટ ટ્રેઝરર ડો.રૂપેશ મહેતા, ડો.દર્શન સુરેજા, એકઝીકયુટીવ કમીટીના ડો.વિપુલ અઘેરા, ડો.જયદીપ દેસાઇ, ડો.મમતા લીંબાસીયા, ડો.મિહીર તન્ના, ડો.નીમા સીતાપરા, ડો.સંજય ટીલાળા, ડો.રૂકેશ ઘોડાસરા, ડો.સુપ્રિયા ગુપ્તા, કો.ઓપ્‍ટ મેમ્‍બર ડો.ભાવેશ વૈશ્નાની, ડો.રાજેશ સાકરીયા, ડો.જીજ્ઞેશ મેવા, ડો. હેતલકુમાર કિયાડા, ડો.અલ્‍પેશ કિકાણી, ડો.દિપલ પનારા, ડો.વંદન કાનાબાર, સાયન્‍ટીફીક બોર્ડના ડો.અતુલ રાયચુરા, ડો.ગૌરવ દવે, ડો.સંજય દેસાઇ, ડો.નિલેષ દેત્રોજા, ડો.ધર્મેશ શાહ, ડો.રાજન રામાણી, યંગ એકઝીકયુટીવ કમીટીના ડો.બીરજુ મોરી, ડો.જીજ્ઞા પટેલ, ડો. ચીરાગ બરોચીયા, ડો.ચેતન દવે, ડો. ડેનીશ આરદેસણા, ડો.રાજેશ રામ, ડો.ચિંતન દલવાડી, ડો.ઘટના કથીરીયા, ડો.મીલન રોકડ, ડો.ભૂમિ પટેલ અને ડો.યશ કાકડીયા સહીત તબીબોની ટીમ દ્વારા નવા વરાયેલા મેમ્‍બરને શુભેચ્‍છા પાઠવવામાં આવી છે.

આઇ.એમ.એ.ના રાષ્‍ટ્રીય અગ્રણી ડો.અતુલ પંડયા, ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન-ગુજરાતના પૂર્વ પ્રમુખ ડો.ભરત કાકડીયા, ડો.એમ.કે.કોરવાડીયા, પેટ્રન ડો. ડી.કે.શાહ, ડો.પ્રકાશ મોઢા, ડો.રાજેન્‍દ્ર ત્રિવેદી, ડો.દેવેન્‍દ્ર દેકિવાડીયા, ડો.નીતીન ટોલીયા, ડો.વલ્લભ કથીરીયા, ડો.સુશિલ કારીયા, ડો.કિર્તી પટેલ, ડો.જીતેન્‍દ્ર અમલાણી સહિત તબીબી અગ્રણીઓ અને સમાજના આગેવાનો દ્વારા રાજકોટ બ્રાન્‍ચના રાજય કક્ષાએ વરણી પામેલા તબીબોને અભીનંદન પાઠવવામાં આવ્‍યા છે. આઇ.એમ.એ.ના મિડીયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ ગૃપના વિજય મહેતા સેવા આપે છે.

(3:04 PM IST)