News of Tuesday, 26th November 2024
શિખંડ, ચણા, ખાદ્યતેલ, ઘી, પનીર, દુધ, ફરાળી લોટ સહિત ૧૧ નમુનામાં ભેળસેળ ખુલ્લી : ૭.૪૦ લાખનો દંડ
ફુડશાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સેમ્પલ લેવાની કામગીરી આર.એસ. ગૃહ ઉદ્યોગ, શ્રી રામ ગૃહ ઉદ્યોગ, નીતાસ, શ્રી જય અંબે એન્ટરપ્રાઇસ, શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, યોગેશ્વર ડેરી ફાર્મ, ન્યુ વૃંદાવન ડેરી ફાર્મ, શ્રી જનતા સ્વીટ, જય કિશન ડેરી ફાર્મ, સીતારામ ડેરી ફાર્મ તથા મંતમેહલના કેસ અધિક કલેકટરશ્રી સમક્ષ ચાલી જતા દંડાત્મક પગલા લેવાયા

રાજકોટ,તા.૨૬ : મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાધ્યપદાર્થના ૧૧ નમૂના ફેઇલ (સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ) જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસરશ્રી અને નિવાસી અધિક કલેટરશ્રી સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂા. ૭:૪૦લાખના દંડના હુકમ કરવામાં આવેલ છે.
મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા "R.S. ગળહ ઉદ્યોગૅ, ચુનારાવાડ શેરી નં.૧, ટી.સી.વાળી શેરી, આજી નદીના કાંઠે, દૂધસાગર રોડ, રાજકોટ મુકામેથી ચણા(લુઝ)ૅ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ધારા ધોરણ કરતાં વધુ મોઈશ્વર, ફોરેન મેટર તથા સડેલા દાણા હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક રબ્બીભાઈ બસંતભાઇ ગુપ્તાને ૫ લાખ દંડનો હુકમ કરવામાં આવેલ છે.
જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી રામ ગળહ ઉદ્યોગ, અશોક ગાર્ડનની બાજુમાં ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, લક્ષ્મીનગર મેઇન રોડ, મુકામેથી ‘‘કેશર શિખંડ(લુઝ)''નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું -માણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી તેમજ સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો જ્ઘ્જ્ની હાજરી મળી આવતા નમૂનો ૅસબસ્ટાન્ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક સંજયભાઈ ડાયાભાઇ ટાંકને ૧.૨૫ લાખનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘‘નીતાસ'' ચુનારાવાડ શેરી નં. ૪, ડાભી હોટેલ વાળી શેરી, રાજકોટ મુકામેથી સ્વસ્તિક રિફાઈન્ડ કપાસિયા તેલ (1 ltr pkd bottle)" નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં કપાસિયા તેલની ગેરહાજરી તથા લાયસન્સ નંબર, FSSAI લોગો તથા એક્સપાયરી ડેટ ર્માકિંગ ન હોવાને લીધે નમૂનો સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક સુનિલભાઈ હરેશભાઈ રાવતાનીને તથા રિપેકર પેઢીના માલિક વિમલભાઈ નટવરલાલ તન્નાને કુલ
મળીને રૂા. ૧.૦૫ લાખનો દંડનો હુકમ કરવામાં આવેલ છે
ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી જય અંબે એન્ટર-ાઇઝ, પ્લોટ નં.૧૧-૧૪, શેડ નં.-૨, ન્યુ સોમનાથ ઇન્ડ. એરિયા, શેરીનં.૨, કોઠારીયા, રાજકોટ મુકામેથી "SHRI PARAS DIVABATI (NON EDIBLE) (FROM 15 KG PKD TIN)" નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં લેબલ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (લેબલિંગ એન્ડ ડિસપ્લે) રેગ્યુલેશન- ૨૦૨૦ અને તે અંગેના નિયમો મુજબ Nutritional Information, Declaration Regarding Veg Or Non Veg, Name And Complete Address Of The Manufacturer, FSSAI Logo & License Number, Lot/Code/Batch Identification, Date Marking, Declaration Regarding Symbol For Food Material Not For Human Consumption દર્શાવેલ ન હોવાથી નમૂનો મિસબ્રાન્ડેડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક આસનદાસ જામનદાસ લાલવાણી ને રૂા ૨૫ હજારનો દંડનો હુકમ કરવામાં આવેલ છે
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, રામેશ્વર ચોક, ગીત ગુર્જરી સોસાયટી મેઇન રોડ, રાજકોટ મુકામેથી ડ્રાયફ્રૂટ કેશર શિખંડ (લુઝ) નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો ૅસબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક મનીષભાઈ જેસિંગભાઈ સાકરિયાને રૂા.૨૫ હજાર (અંકે રૂપિયા પચીસ હજાર)નો દંડનો હુકમ કરવામાં આવેલ છે
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા યોગેશ્વર ડેરી ફાર્મ, સાગર સોસાયટી, ૪૦ ફૂટ મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી કેશર શિખંડ (લુઝ) નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો ૅસબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક દીપકભાઈ ચકુભાઇ વોરાને રૂા.૨૫ હજારનો દંડનો હુકમ કરવામાં આવેલ છે
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ભક્તિનગર પો.સ્ટેશન, રાજકોટ મુકામેથી દિવેલનું ધી (લુઝ) નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વનસ્પતિ ફેટ) તથા TURMERIC (હળદર)ની હાજરી મળી આવતા નમૂનો ૅસબસ્ટાન્ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર નિશાંતભાઈ નાગજીભાઈ સતાશિયા (ન્યુ વળન્દાવન ડેરી ફાર્મ, નાલંદા સ્કૂલ પાસે, શ્યામ એપાર્ટમેન્ટ, વિરાટનગર મે. રોડ, રાજકોટ- પેઢીના માલિક) ને રૂા.૨૫ હજારનો દંડનો હુકમ કરવામાં આવેલ છે
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી જનતા સ્વીટ, સંસ્કળતિ સ્ક્વેર, G.F. શોપ નં. G-4, અંબિકા ટાઉનશીપ, અંબેમાં મંદિર રોડ, રાજકોટ મુકામેથી ૅપનીર (લુઝ) નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક રાજ નરેન્દ્રભાઈ કંટેસરિયાને રૂા.૧૦ હજારનો હુકમ કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જય કિશાન ડેરી ફાર્મ, નંદા હોલ સામે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ મુકામેથી ૅમિક્સ દૂધ (લુઝ) નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો ૅસબસ્ટાન્ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક પરસોતમભાઈ ધરમશીભાઈ લિંબાસીયાને રૂા.૧૦ હજારનો હુકમ કરવામાં આવેલ છે
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સીતારામ ડેરી ફાર્મ, રાધિકા પાર્ક, સેન્ટમેરી સ્કૂલ પાસે, રેલ્વે ફાટક પાસે, મોરબી રોડ હાઇવે, બ્રીજ નીચે, રાજકોટ મુકામેથી શુધ્ધ ઘી (લુઝ) નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક અશોકભાઇ પરસોતમભાઇ શંખાવરાને રૂટ્ટ.૫ હજારનો દંડનો હુકમ કરવામાં આવેલ છે
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મંત્ર મહેલ, મનહર પ્લોટ-૧૦, મંગળા રોડ, રાજકોટ મુકામેથી ૅફરાળી લોટ (લુઝ)ૅ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ઘઉંના લોટની સ્ટાર્ચની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક મોહિતભાઈ ખીમજીભાઇ પરમારને રૂા. હજાર (અંકે રૂપિયા પાંચ હજાર) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે
(3:58 PM IST)










