News of Tuesday, 26th November 2024
પીઆઇ પાદરીયા નરેશભાઇ પટેલ કહે તેટલું જ પાણી પીવે છેઃ શર્મિલાબેન બાંભણીયા
ખોડલધામ અને સરદારધામના મહિલા ટ્રસ્ટીનું નિવેદન

રાજકોટ તા.૨૬: ગતરાતે શહેરના મવડી વિસ્તારના પાર્ટી પ્લોટ ખાતે પૂર્વ નગરસેવક અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારા ઉપર જીવલેણ હુમલાની ઘટનામાં પીઆઇ પાદરીયા સામે ફરિયાદ નોંધાઇ છે. ત્યારે ખોડલધામ અને સરદાર ધામના ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણીયાએ જયંતિભાઇ સરધારા ઉપરના હુમલા અંગે નિવેદન આપ્યું છે.
શર્મિલાબેને જણાવેલ કે, સમાજમાં આવા હુમલા થાવા મંડે તો લોકોનો સમાજસેવા ઉપરથી વિશ્વાસ ઉડી જશે. બંન્ને વચ્ચે વિખવાદ નથી પણ લોકો આપમેળે નકકી કરતા હોય છે. સામાજીક સંસ્થાઓ પોત પોતાની રીતે કામ કરે છે, ત્યારે સરદારધામને પણ પોતાની રીતે કામ કરવાની સ્વતંત્રતા હોવી જોઇએ. તેમાં આવી રીતે દાદાગીરી, ધમકી, લુખ્ખાગીરી અને ઝઘડો કરી કહેવામાં આવે કે તમે ધંધો કરી લેજો ટ્રસ્ટી રહયા છો તો પીઆઇ પાદરીયા નરેશભાઇ કહે તેટલુ જ પાણી પીવે છેનું પણ જણાવેલ.
નરેશભાઇએ ઘટના અંગે ચિંતા વ્યકત કરી વિદેશ પ્રવાસેથી આવ્યા બાદ સમાજના આગેવાનો સાથે બેસી ચર્ચા કરશે તેમ ખોડલધામના પ્રવકતા હસમુખભાઇ લુણાગરીયાએ જણાવ્યું હતું. તેમ ઝી ન્યુઝના અહેવાલમાં જણાવાયું છે.(૨.૨૧)
(4:14 PM IST)










