<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

કથામાં નકલી પાસનું કૌભાંડ

VVIP નકલી પાસ પોલીસે ઝડપ્‍યા

રામકથાના ડુપ્‍લિકેટ પાસ પકડાયે પોલીસ કાર્યવાહી થઈ રહી છે. અમુક કિસ્‍સામાં એવું જાણવા મળ્‍યું છે કે રેસકોર્સ રામકથા ખંડના અલગ અલગ પાસ પર બીજા અન્‍ય સ્‍ટીકર ચોંટાડીને તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ગઈ કાલે બે વ્‍યક્‍તિઓ આ અંગે ધ્‍યાનમાં પણ આવ્‍યા હતા જેમને કડક સૂચના આપવામાં આવી હતી. આજથી રામકથાના ડુપ્‍લિકેટ પાસ પકડાયે સખત પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ પોલીસ આ અંગે કડક પગલાં લઈ રહી છે.

આ રામકથા સમગ્ર રાજકોટની છે. આવા એક્કલ દોકકલ વ્‍યક્‍તિ પકડાય તો સખત કાર્યવાહી કરવામાં આવે છે. જેથી મહિલાઓ, બહેનો અને વળદ્ધોની સુરક્ષા જળવાઈ રહે.  શહેરવાસીઓને પણ અનુરોધ છે કે તેઓને કોઈ પણ જાતની શંકાસ્‍પદ પ્રવળત્તિઓની જાણ થાય તો તે તાત્‍કાલિક પોલીસને જાણ કરે, જેથી આવા કિસ્‍સાઓને અટકાવી શકાય. રામકથાના સુરક્ષિત અને શાંતિપૂર્ણ આયોજન માટે બધાનો સહકાર મહત્‍વપૂર્ણ છે. ભક્‍તિસભર ધર્મોત્‍સવમાં ખલેલ પાડવાના બદઈરાદાથી એકલદોકલ વ્‍યક્‍તિ પણ ડૂપ્‍લીકેટ પાસ સાથે ઝડપાશે તો પોલીસ તંત્ર કડકમાં કડક પગલા લેશે.

સેવાના ઉદેશથી શરૂ કરાયેલા વિશ્વકક્ષાના આ સુંદર અને સુચારૂ આયોજનમાં વિક્ષેપ પાડવાના હેતુ અથવા બદઈરાદાથી રેસકોર્સ, રામકથા ખંડના અલગ-અલગ પાસ પર વીઆઈપી-વીવીઆઈપી સ્‍ટીકર ચોટાડીને તેનો દુરૂપયોગ કરવામાં આવી રહયો છે. દેશભરની ધર્મપ્રેમી જનતા જયારે રામકથાનું રસપાન કરવા સ્‍વયંભુ શિસ્‍ત જાળવીને આ ભવ્‍ય આયોજનમાં પોતાનો સહયોગ આપી રહી છે ત્‍યારે ગઈકાલે કથાસ્‍થળે ડુપ્‍લીકેટ વી.આઈ.પી. અને વી.વી.આઈ.પી. પાસ ધરાવતા બે વ્‍યકિતઓ ઘ્‍યાનમાં આવ્‍યા હતા અને આ વ્‍યકિતને પોલીસ તંત્ર દ્વારા કડક સૂચના પણ આપવામાં આવી હતી. ડુપ્‍લિકેટ પાસ પકડાયે સખત પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(4:51 PM IST)