<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ભાજપની બુથ સમિતિઓ બનાવવા માટે ૩૦ મી સુધીની મુદતઃ રાજકોટની કામગીરી અંગે ટકોર

ગાંધીનગરમાં આજે અને કાલે સંગઠન ખર્ચ સંદર્ભે બેઠકો

રાજકોટ, તા., ર૬: ગુજરાતભરમાં ભાજપ દ્વારા સંગઠન પર્વે (સંરચના) અભિયાન ચાલી રહયું છે. હાલ બુથ સમિતિઓની રચના કરવાની કામગીરી ચાલી રહી છે. હવે પછીનો તબક્કો વોર્ડની રચનાનો આવશે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં સંગઠન માં વોર્ડના તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. જયા ૬૦ ટકા બુથ સમિતિઓ રચાઇ ગઇ હોય ત્‍યાં જ વોર્ડ સમિતિઓ રચાય શકે અને જયા ઓછામા઼ ઓછી ૬૦ ટકા વોર્ડ સમિતિઓ રચાઇ ગઇ હોય ત્‍યાં શહેર -જિલ્લા સમિતિએ રચાય શકે તેવો પાર્ટીનો નિયમ છે. બુથ સમિતિએ રચવા માટે ૩૦ નવેમ્‍બર સુધીની મુદત છે.

પ્રાથમિક સભ્‍ય નોંધણીઓ ૫ લાખનો લક્ષ્યાંક પૂર્ણ કરનાર રાજકોટ શહેર ભાજપ બુથ સમિતિએ રચવામાં પાછળ હોવાનું જાણવા મળે છે. પ્રદેશ તરફથી નારાજગી સાથે ટકોર કરવામાં આવ્‍યાનું ચર્ચાઇ રહ્યું છે. સંગઠન સંરપંચની બાકી કામગીરી અપેક્ષિત  ઝડપથી પૂર્ણ કરવા, તાકિદ કરવામાં આવી છે. જો કે આધારભૂત વર્તુળો એવુ જણાવે છે કે શહેર ભાજપ દ્વારા ઘણી બુથ સમિતિઓ રચાઇ ગઇ છે. પણ પાર્ટીની વ્‍યવસ્‍થા મુજબ સરલ એપમાં પૂરતીમાહિતી પહોંચી શકી નથી તેવી કામગીરી દેખદાવી જોઇએ  એવી દેખાયેલ નથી.

ગાંધીનગર સંગઠન પર્વ સંદર્ભે બેઠકોમાં દોડ ચાલી રહી છે. કાલે સૅગઠન પર્વના ઇન્‍ચાર્જ, પોતે પ્રભારીઓ, સાંસદો, ધારાસભ્‍યો વગેરેએ કમલમમાં બોલાવાવાનું જાણવા મળે છે. કાલે સંગઠન સરપંચનો આગળ કાર્યક્રમ જાહેર થવાની શકયતા છે.

(4:48 PM IST)