<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

વિરાણી હાઈસ્કુલ જમીન કેસમાં ૩૦મી નવેમ્બરની મુદ્દત પડી

વિરાણી હાઈસ્કુલની જમીનના કેસમાં આજે સીટી પ્રાંત - ૧ ડો.ચાંદની પરમાર દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી , સરકાર પક્ષના વકીલો તથા વિરાણી હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પુરૂષોત્તમભાઈ પીપરીયા અને તેમના વકીલો તેમજ વિરાણી હાઈસ્કુલના ટ્રસ્ટી અને વકીલો દ્વારા ધારદાર દલીલો થઈ હતી,  સુનાવણી ત્રણેક કલાક ચાલી હતી , છેવટે આ કેસમાં મુદ્દત પડી છે ઃ હવે આગળની સુનાવણી ૩૦ નવેમ્બરના બપોરે યોજાશે

(5:52 PM IST)