News of Wednesday, 27th November 2024
સૌરાષ્ટ્રમાં મોટા પાયે જીએસટીના અથવા તો સીજીએસટીના દરોડા પડ્યાની ભારે ચર્ચા

સૌરાષ્ટ્રમાં તાલુકા લેવલે મોટા પાયે જીએસટીના અથવા તો સીજીએસટી ના દરોડા પડ્યાની ભારે ચર્ચા સર્જાયેલ છે જોકે સત્તાવાર સમર્થન મળતું નથી.
ભાજપના કોઈ પૂર્વ નેતાના નજીકના સંબંધીને પૂછપરછ માટે બોલાવાયાની પણ વાત છે.
આયાતી હાઈ સ્પીડ ડીઝલ અને બેઝ ઓઇલ સંબંધિત આ તલાસી હાથ ધરાયાની અને ૪૦૦-૫૦૦ કરોડની વાતો પણ ચર્ચામાં છે..
રાજકોટ જિલ્લાના તાલુકા લેવલે છે કે કેમ તે જાણવા મળતું નથી..
(12:21 AM IST)










