<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

રાજકોટના જયદીપ સખીયાએ બીજી વખત રશીયાના મોસ્‍કોમાં મીડિયા એકસપેડીશન-રશીયા ઇન ધ વર્ડમાં ભાગ લીધો

કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામના વતની એવા આ યુવક ડીજીટલ માર્કેટીંગના વિવિધ ૧૭ વિષયોના સર્ટીફાઇડ માસ્‍ટર ટ્રેનર છે

રાજકોટ તા. ર૭ :..  તારીખ ૧૯ થી ૨૪ નવેમ્‍બરના રોજ રશિયાના મોસ્‍કો શહેરમાં ‘મીડિયા એક્‍સપેડીશન રશિયા ઈન ધ વર્ડ' કાર્યક્રમ રશીયા સરકાર દ્વારા યોજાયો હતો. જેમાં વિશ્વના ૪૫ દેશોના ટોપ ૫૦ બ્‍લોગર્સની પસંદગી કરવામાં આવી હતી. જેમાં આપણા ભારત દેશમાંથી વિશેષ ઙ્કતિભા ધરાવતા ફક્‍ત ૩ બ્‍લોગર - યુ-ટયુબરની પસંદગી થઇ હતી. જેમાં આપણા ભારતીય ડેલિગેશનના હેડ તરીકે આપણા ગુજરાત અને રાજકોટનું ગૌરવ એવા જયદીપ સખીયાની પસંદગી થઇ હતી.

આ કાર્યક્રમમાં ભારત અને રશિયા સાથેના શૈક્ષણિક, આઇ.ટી. ઇનોવેશન, ક્‍લચરર એક્‍સચેન્‍જ, જેવા અગત્‍યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં ભારતના તેમજ ખાસ  ગુજરાતના યુવાનોને ઉચ્‍ચ અભ્‍યાસ માટે સ્‍કોલરશીપ અને સબસિડીની વિવિધ તકો કેવી રીતે મળી શકે, નોકરી અને વ્‍યવસાય ક્ષેત્રમાં આપણા દેશના યુવાનોને રશિયામાં કઈ રીતે તકો મળી શકે તેમજ રશિયામાં છેલ્લા કેટલાક સમયથી જે યુદ્ધની પરિસ્‍થિતિ છે તે અંગે ભારતના યુવાનો કે જેઓ હાલ રશિયામાં અભ્‍યાસ કરી રહ્યા છે, તેમની સુરક્ષા અને સલામતીને લઈને જયદીપ સખીયા એ ભારતનું પ્રતિનિધિત્‍વ કરતા  સવાલો રજુ કર્યા હતા.

જયદીપ સખીયાએ રસિયામાં ભારતની એક વિષેશ ઓળખ બનાવવમાં ખુબ જ મહત્‍વની ભૂમિકા ભજવી છે. આ કાર્યક્રમના આયોજકો માટે જયદીપ સખીયા એ ભારતીય સંસ્‍કળતિની ઝાંખી કરાવતું એક ખાસ પોસ્‍ટ કાર્ડ તૈયાર કર્યું હતું. આપણા ભારતીય કરન્‍સીના ૧ અને ૧૦ રૂપિયાના સિક્કા, એટલે કે ૧૧ રૂપિયા, તેમજ  રાજકોટની  બાલાજી કંપનીની ઈમલી કેન્‍ડી એન્‍ડ વેફલ ચોકલેટ્‍સ ભેટ તરીકે આપતા જ આ કાર્યક્રમના આયોજકોનો ભારત પ્રત્‍યેનો પ્રેમ ખુબ જ વધ્‍યો હતો. અને તેઓએ ભારત ના યુવાનો માટે વધુ સારી તકો મળી રહે તેના માટે ચર્ચા પણ કરી હતી.

 જયદીપ સખીયા કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામના વતની છે અને ભારત સરકારના ‘સ્‍કિલ ઇન્‍ડિયા'ના Media and Entertainment Skills Council(MESC) માં ડિજિટલ માર્કેટિંગના વિવિધ ૧૭ વિષયોમાં સર્ટિફાઈડ માસ્‍ટર ટ્રેનર છે. તેમજ  રાજકોટમાં ડિજિટલ માર્કેટિંગના વ્‍યવસાય સાથે જોડાયેલા છે. ઇન્‍સ્‍ટાગ્રામ જેવા વિવિધ સોસીયલ મીડિયા પ્‍લેટફોર્મ ના માધ્‍યમ થી The Global Gujarati નામના પેજ પર ખાસ કાઠિયાવાડી અંદાજમાં રસિયાની જર્ની રજુ કરેલી છે અને ડેઇલી લાઈફ બ્‍લોગ બનાવી રહ્યા છે.

જયદીપ સખીયા કોલેજ સમયથી જ ફલ્‍લ્‍ સાથે જોડાયેલા છે. NSS એ યુવાનોની અંદર રહેલી ખરી ક્ષમતાઓને બહાર લાવવા માટેનું શ્રેષ્ઠ પ્‍લેટફોર્મ છે. વર્લ્‍ડ યુથ ફેસ્‍ટિવલમાં જયદીપ સખીયાની પસંદગી થવા પાછળ ફલ્‍લ્‍ નો ખુબ જ વિશેષ ફાળો રહ્યો છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટ ના NSS ડિપાર્ટમેન્‍ટ દ્વારા યુવાનો માટે વિવિધ પ્રકારના NSSકેમ્‍પ યોજવામાં આવતા હોય છે. આ પ્રકારના કેમ્‍પમાં ભાગ લેવાથી યુવાનોની અંદર રહેલી ખરી ક્ષમતાનો વિકાસ થાય છે.

  સતત બીજી વખત રશિયામાં, આંતરરાષ્‍ટ્રીય લેવલ પર ભારત તેમજ ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરવા માટે જયદીપ સખીયાને  મો. ૮૨૦૦૫૪૯૨૭૬ પર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:54 AM IST)