<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

લગ્નની લાલચ દઇ સગાઇ કરી યુવતિ સાથે દૂષ્‍કર્મ, સગાઇ તોડી બીજે લગ્ન કરી લીધા

સાથે ભણતાં હોઇ ફેસબૂકથી મિત્રતા થયા પછી પ્રેમ થયો હતો :રાજકોટની ૨૯ વર્ષિય યુવતિની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે જીત પાબારી સામે ગુનો નોંધ્‍યોઃ ક્રિકેટરના સાળા વિરૂધ્‍ધ ચોંકાવનારી ફરિયાદથી ચકચાર

રાજકોટ તા. ૨૭: શહેરમાં રહેતી ઓગણત્રીસ વર્ષની યુવતિને ફેસબૂકથી ફ્રેન્‍ડ બનાવી બાદમાં બંને વચ્‍ચે પ્રેમ થઇ જતાં સગાઇ લગ્નની વાત કરી બળજબરીથી શરીર સંબંધ બાંધી લઇ સગાઇ બાદ પણ આ રીતે સંબંધ બાંધી બદનામ કરવાની ધમકી દઇ બળજબરી આચરતાં અને છેલ્લે યુવાને સગાઇ તોડી નાંખી બીજે લગ્ન કરી લેતાં યુવતિએ માલવીયાનગર પોલીસમાં દૂષ્‍કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ક્રિકેટરના સાળા વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ આગળ વધારી છે.

ભોગ બનનાર ૨૯ વર્ષની યુવતિની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે જીત રસિકભાઇ પાબારી વિરૂધ્‍ધ દૂષ્‍કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતિએ ફયિરાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને એમએ સુધી અભ્‍યાસ કર્યો છે. વર્ષ ૨૦૧૪માં મને ફેસબૂક પર જીત પાબારીએ ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી હતી, અમે સાથે ભણતાં હોઇ આગળ જતાં અમારી વચ્‍ચે વાતચીત બાદ ફ્રેન્‍ડશીપ થઇ હતી અને પછી પ્રેમસંબંધ બંધાયો હતો. ઉમરલાયક થતાં જીતે મને કહેલુ કે તું મને પસંદ છો, મારે તારી સાથે લગ્‍ ન કરવા છે. જેથી મેં કહેલુ કે તું મારા માતા-પિતાની સાથે વાતચીત કરી લે. જેથી જીતે તેના માતા-પિતાને વાત કરી હતી. બાદમાં ૮/૧૦/૨૧ના રોજ જીતના પરિવારજનો મારા ઘરે આવેલા અને ગોળધાણા વિધી કરી હતી. એ પછી જીત તેના પરિવારની સાથે મને દુબઇ ફરવા લઇ ગયો હતો. ત્‍યાં એક અઠવાડીયા સુધી અમે રોકાયા હતાં.

ત્‍યારબાદ દિવાળીના સમયે હું જીતના ઘરે નવેમ્‍બર-૨૦૨૧માં ગઇ હતી ત્‍યારે તેના પરિવારના લોકો પણ હતાં. જીત મને તેના રૂમમાં લઇ ગયેલો અને કહેલુ કે મારે તારી સાથે લગ્ન કરવાના જ છે આજે તારી સાથે મારે શરીર સંબંધ બાંધવો છે. પણ મેં ના પાડતાં તેણે બળજબરી કરી પ્રથમ વખત શરીરસંબંધ બાંધી લીધો હતો. અમારી સગાઇ નજીકમાં હોઇ જેથી મેં કોઇને વાત કરી નહોતી. બીજા દિવસે જીતને મેં કહેલુ કે તે મારી સાથે બળજબરીથી શરીરસંબંધ શું કામ બાંધ્‍યો? તો તેણે કહેલુ કે આપણા ટુંક સમયમાં લગ્ન થવાના છે, આવુ બધુ ચાલ્‍યા કરે.  એ પછી તેણે કહેલુ કે આ વાત તુ કોઇને કરીશ તો તને બદનામ કરી દઇશ. જેથી હું ગભરાઇ ગઇ હતી અને કોઇને વાત કરી નહોતી.

ત્‍યારબાદ અમારી એકબીજાની મરજીથી પરિવારની સહમતથી અમારી સગાઇ ૨૦૨૨માં હોટેલમાં રાખવામાં આવી હતી. ત્‍યાં હોટેલના રૂમમાં પણ બળજબરીથી શરીર સંબંધ બાંધવા પ્રયાસ કરતાં મેં તેને ના પાડતાં મ્ને છોડી દીધી હતી. એક દિવસ મારા ઘરના સભ્‍યોબ હારગામ હોઇ હું ઘરે એકલી હતી ત્‍યારે જીતે મારા ઘરે આવી બળજબરી આચરી હતી અને મને કહેલુ કે જો કોઇને વાત કહીશ તો બદનામ કરી દઇશ તેવી ધમકી આપી હતી. ત્‍યારપછી થોડા દિવસ બાદ મારા માતા પિતા બહારગામ જતાં જીત ફરી ઘરે આવ્‍યો હતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો.

ત્‍યારપછી જીતના ઘરે જ્‍યારે પણ કોઇ મહેમાન આવવાના હોય ત્‍યારે તે મને તેના ઘરે બોલાવતો હતો, જે મને ગમતું ન હોઇ અમારે બંનને બનતું નહોતું. જો કે તે મને બદનામ કરવાની ધમકી આપતો હતો. દરમિયાન આજથી દોઢેક વર્ષ પહેલા તેણે મારી સાથે સગાઇ તોડી નાખી હતી અને બીજે લગ્ન કરી લીધા હતાં. જીતે મને લગ્નની લાલચ આપી સગાઇ કર્યા પહેલા અને સગાઇ પછી બદનામ કરવાની ધમકી દઇ મારી મરજી વિરૂધ્‍ધ એકથી વધુ વખત શરીરસંબંધ બાંધી લીધો હોઇ મને પરિવારના લોકોએ હિમ્‍મત આપતાં ફરિયાદ કરી હતી. પીઆઇ જે. આર. દેસાઇ અને સ્‍ટાફે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી જીત પાબારી ક્રિકેટરનો સાળો થતો હોવાનું જણાવાય છે. (૧૪.૬)

(2:43 PM IST)