<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

રાજસ્‍થાની કેટરર્સ સંચાલક સોહનસિંહ રાવ અને સાથેના સન્‍નીપાજી પર પુર્વ કર્મચારીઓનો હુમલો

અવધના ઢાળ પાસે વહેલી સવારે બનાવઃ બંને ઘાયલને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા :લોખંડના પંચ, છરીથી ઇજા કરી આડેધડ ઢીકાધૂંબા માર્યાઃ ઇસ્‍તીયાક, આમીર, નબીહુશેન અને જમાલને બે મહિના પહેલા નોકરીમાંથી છુટા કર્યા હોઇ ખાર રાખી તૂટી પડયાઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્‍યો :હુમલાખોરો જેકેટ અને પચાસ હજારનો મોબાઇલ પડાવી ગયાનો અને જેકેટમાં સાડા પાંચ હજાર હોવાનું પણ કથન

રાજકોટ તા. ૨૭: કાલાવડ રોડ અવધના ઢાળ પાસે ન્‍યારી ડેમ ચોકડી નજીક વહેલી સવારે ત્રણેક વાગ્‍યે હોટેલોની ઇવેન્‍ટમાં કેટરર્સનું અને માણસો સપ્‍લાયનું કામ કરતાં મુળ રાજસ્‍થાની યુવાન અને તેની સાથેના યુવાન પર ચાર પુર્વ કર્મચારીઓએ લોખંડના પંચ, છરીથી હુમલો કરી તેમજ આડેધડ ઢીકાપાટુ મારી ઇજા કરતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. હુમલો કરનારાઓની ઇવેન્‍ટમાંથી ફરિયાદો આવતી હોઇ તેનો હિસાબ કરી છુટા કરાયા હતાં. આમ છતાં વધુ પૈસા માંગી ડખ્‍ખો કરી હુમલો કરાયાનું જણાવાયું હતું.

આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ અવધના ઢાળ પાસે સોહમ રેસિડેન્‍સી ફલેટ નં. ૨૦૧માં રહેતાં મુળ રાજસ્‍થાન પાલીના વતની સોહનસિંહ ચિમનસિંહ રાવ (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી ઇસ્‍તીયાક, ઉર્ફ આસીફ સૈયદ, આમીર મલિક, નબીહુશેન ઉર્ફ સમીરખાન અને જમાલખાન સામે ગુનો નોંધ્‍યો છે.

સોહનસિંહ રાવએ જણાવ્‍યું હતું કે હું ઘણા વર્ષથી પરિવાર સાથે રાજકોટમાં રહુ છું અને અલગ અલગ હોટેલોમાં ઇવેન્‍ટનો કોન્‍ટ્રાક્‍ટ રાખી કેટરર્સ અને માણસો સપ્‍લાયનું કામ કરુ છું. આજે સવારે ત્રણેક વાગ્‍યે હું કણકોટ પાટીયાથી મારા ઘરે જતો હતો ત્‍યારે અવધના ઢાળ પાસે પહોંચતા ત્‍યાં એક કેબીન ખુલ્લી હોઇ મેં મારી કાર સાઇડમાં ઉઘી રાખી હતી અને મારી સાથે રવિન્‍દ્રસિંઘ ઉર્ફ સન્‍નીપાજી બાજવા પણ હોઇ તેને મેં ફાકી તથા સિગારેટ લેવા મોકલ્‍યો હતો.

તે વસ્‍તુ લઇને પાછો આવતાં અમે કારમાં બેસી રવાના થાય એ પહેલા જ ઇસ્‍તીયાક ઉર્ફ આસીફે મને બૂમ પાડીને ઉભો રહે...એમ કહેતાં હું ઉભો રહ્યો હતો અને ગાડીનો કાચ ખોલતાં જ ઇસ્‍તીયાક, આમીર, નબીહુશેન અને જમાલે આવી તું અમારી બિલ્‍ડીંગમાં કેમ ગયો હતો? કહી કારમાંથી નીચે ઉતારી હુમલો કર્યો હતો. મને ગાળો પણ દીધી હતી. મારી સાથેનો રવિન્‍દ્રસિંઘ ઉર્ફ સન્‍નીપાજી મને છોડાવવા આવતાં તેના પર પણ હુમલો કરાયો હતો. સમીરે હાથમાં પહેરેલા લોખંડના દાંતાવાળા પંચથી મને માથાના ભાગે અને માથા પાછળના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ આસીફે ઉંધી છરીથી માર માર્યો હતો. આમીરે ઢીકાધુંબા માર્યા હતાં. જમાલખાને પણ કુદી કુદીને ઢીકાપાટુ માર્યા હતાં. એ દરમિયાન તેને આસીફના હાથમાં રહેલી છરી લાગી ગઇ હતી.

આ વખતે મહેબુબખાન પઠાણ અને તેના પત્‍નિ નઝમાબેન નીકળતાં અમને તે ઓળખતા હોઇ તેણે અમને બચાવ્‍યા હતાં. બાદમાં મારા પત્‍નિ નાઝનીન ઉર્ફ ઝોયાને જાણ કરતાં તે આવી ગયેલ. મને અને સન્‍નીપાજીને ઇજા થઇ હોઇ અમે હોસ્‍પિટલમાં પહોંચાડયા હતાં.

સોહનસિંહે વધુમાં કહ્યું હતું કે દસેક વર્ષથી આ હુમલો કરનારા તમામ માણસો મારી નીચે કામ કરતાં હતાં. પરંતુ તુઓનું વર્તન સારુ ન હોઇ અને ઇવેન્‍ટમાં મોકલીએ ત્‍યાંથી ફરિયાદો આવતી હોઇ જેથી બે મહિનાથી તેને છુટા કરી દીધા હતાં. તેનો હીસાબ પણ કરીને રૂપિયા આપી દીધા હતાં. આમ છતાં આ બધાએ હજુ અમારા પૈસા નીકળે છે તેમ કહી ખાઅ રાખી હુમલો કર્યો હતો. તેમ વધુમાં ફરિયાદમાં જણાવતાં તાલુકા એએસઆઇ જી. કે. પરમારે ફરિયાદ નોંધી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી સોહનસિંહે આક્ષેપ કર્યો હતો કે અમારા પર આ શખ્‍સો હુમલો કરી મેં પહેરેલુ જેકેટ હતાં અને મારો પચાસ હજારનો કિમતી મોબાઇલ ફોન પણ પડાવી ગયા હતાં. આ જેકેટમાં સાડા પાંચ હજાર જેવી રોકડ હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

 

(2:44 PM IST)