<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ધોરાજી પંથકની સસ્‍તા અનાજની ૪ દુકાનો ઉપર પ્રાંત દ્વારા દરોડાઃ નિવેદનો લેવાયા

 

રાજકોટ, તા. ર૭: તાજેતરમાં જ રાજયસભાના સાંસદ રામ મોકરીયા અને ચેમ્‍બરના પ્રતિનિધિ રાજુ જુંજા દ્વારા પુરવઠા વિભાગની બેઠકમાં સડેલ અનાજ રજુ કર્યા બાદ કલેકટર સસ્‍તા અનાજની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્‍યા હતા. તેમની સુચના બાદ ધોરાજી પ્રતિશ્રી સરખલા દ્વારા ધોરાજીના સુપેડી અને ઝાંઝમેર તેમજ ઉપલેટાના કોલકી ગામ સહિત ચાર જેટલી સસ્‍તા અનાજની દુકાનો પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. સાથે જ નિયત કરેલ રજીસ્‍ટરો, બોર્ડ, સ્‍ટોક વગેરે બાબતો ચકાસી તથા મહત્તમ લોકો રાશનકાર્ડ ઇ-કેવાયસી કરાવે તે બાબતે પરવાનેદારોને સુચના આપવામાં આવી હતી. જો કે એકપણ દુકાનમાં કશુ વાંધાજનક મળ્‍યું ન હોવાનું ધોરાજી પ્રાંતે ‘અકિલા' ને જણાવ્‍યુ હતું

(4:12 PM IST)