<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ન્‍યારા ર૨૦ કેવી વીજ સબ સ્‍ટેશનમાં ‘કાસ્‍કેડ' ટીપીંગઃ અડધા રાજકોટમાં લાઇટો ગૂલ...

હાઇલેવલ અધિકારીઓ નિષ્‍ણાંતોની ટીમ દોડીઃ મેઇન લાઇનમાં ભંગાણ સર્જાતા ઘટનાઃ કારણ જાણવા તપાસનો ધમધમાટ...: રાજકોટના ૧ લાખ રેસીડન્‍સ-કોમર્શીયલ-ઔદ્યોગિક ક્ષેત્રને ન્‍યારાથી લાઇટ આવે છેઃ બપોરે ૧.રપ વાગ્‍યે ઘટના... : હોસ્‍પીટલોમાં ICU-બર્ન્‍સવોર્ડના દર્દીઓને હાલાકીઃ અનેક લોકો લીફટમાં સલવાઇ ગયા

રાજકોટ, તા., ર૭: આજે બપોરે ૧.રપ કલાકે જામનગર રોડ પર આવેલા અદ્યતન રર૦ કેવી વીજ સબ સ્‍ટેશનમાં બલબાર કે લાઇનમાં મોટો ફોલ્‍ટ-રેલ ફ્રેકચર કે મેઇન લાઇનમાં ભંગાણ થતા ન્‍યારા રર૦ કેવી વીજ સબસ્‍ટેશનમાં ‘કાસ્‍કેડ' ટ્રીપીંગ થતા અડધા રાજકોટમા઼ લાઇટો ગુલ થઇ ગઇ હતી. અનેક લોકો લીફટમાં સલવાયા હતા. રાજકોટના ર લાખ રેસીડન્‍સ, કોર્મશીયલ, ઔદ્યોગીક ગ્રાહકોને ન્‍યારાથી લાઇન-વીજળી મળે છે. આ તમામ ગ્રાહકોને ત્‍યાં અંધારા છવાઇ ગયા હતા. કારણ કે ન્‍યારા રર૦ કેવી વીજ સબ સ્‍ટેશનથી રાજકોટના ૬૬ કેવી  કે તેથી મોટા વીજ બસ સ્‍ટેશનમાં લાઇટો આવે છે. ન્‍યારામાં કાસ્‍કેડ થતા રાજકોટના તમામ ૬ થી ૭ સબ સ્‍ટેશનો પણ લાઇટો ગુલ થતા બેસી ગયા હતા અને લાઇટો ગુલ થઇ હતી, ઘણાખરા અખબારોની પણ લાઇટો ચાલી ગઇ હતી, ભારે દેકારો મચી ગયો હતો, ઘટના ૧:૨૫ વાગ્‍યે બની અને બાદમાં ફોલ્‍ટ ધડાધડ રીપેર કરી ધીમેધીમે પાવર આપવાનું શરૂ કરાયું હતું. અને ૧:૨૯ મીનીટ એટલે કે ૪ મીનીટ બાદ એક પછી એક સબસ્‍ટેશન, ફીડરો ચાલુ કરાયા હતા, આમ છતા બપોર સુધી રાજકોટના અનેક વિસ્‍તારોમાં અંધારા છે.

ઘટનાની જાણ થતા હાઇલેવલ અધીકારીઓ- નિષ્‍ણાંતોની ટીમ દોડી ગઇ છે, મેઇન લાઇનમાં ભંગાણ- કાસ્‍ટેડ ટીપીંગ કેમ થયું તે કારણ જાણવા તપાસનો ધમધમાટ ચાલુ થયો છે, રાજકોટના સિવીલ હોસ્‍પીટલ તથા અન્‍ય હોસ્‍પીટલોના આઇસીયુ- બર્ન્‍સ વોર્ડમાં દર્દીઓને ભારે તકલીફો પડી હતી, અનેક ઠેકાણે લોકો જયાં જનરેટર ન હોય ત્‍યાં લીફટમાં સલવાયા હતા, લાઇટો ગુલ થવા અંગે દરેક વીજ સબ ડીવીઝનમાં ફરિયાદોનો ધોધ વહેતો હતો. પ્રાથમિક વિગતો મુજબ હેવીલાઇન ઉપર છવાયેલ ધુમ્‍મસ અને રજ બરોબર સાફ ન થતા ‘‘કાસ્‍કેડ'' ટીપીંગ થયું હોવુંજોઇએ. બનાવની સત્‍યતા લાવવા તપાસ ચાલી રહી છે.

ન્‍યારા રીંગ ફેકટરથી લીંબડી-તોરણીયા ૪૨૦ કેવી સબ સ્‍ટેશન જોડાયેલ છે, અને ન્‍યારામાં કાસ્‍કેડ થતા રૈયા- પોપટપરા- યુનિ. વાજડી, રૈયાધાર, મોટામવા સહિતના ૬થી૭ વીજ સબ સ્‍ટેશનમાં લાઇટો ગુલ થઇ હતી અને ૪ મીનીટમાં પ્રશ્ન ઉકેલી ધીમેધીમે એક પછી એક ફીડરો ચાલુ કરાયા હતા.

વર્ષો બાદ રાજકોટમાં ‘‘કાસ્‍કેડ'' ટ્રીપીંગ થયું છે, આ પહેલા બે વખત આખા સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતભરમાં કાસ્‍કેડ ટીપીંગ થતા આખુ ગુજરાત બંધ થઇ ગયું હતું, બાદમાં મુખ્‍ય કંટ્રોલરૂમ જાંબુવાથી ધીમેધીમે શરૂ કરાયું હતું.(૨

(2:59 PM IST)