News of Wednesday, 27th November 2024
દર્દીનું મનોબળ, પારીવારીક સહયોગ અને હોસ્પિટલનું હકારાત્મક વલણ કેન્સરની લડાઈ સામે બ્રહ્માષા સમાન
કેન્સર સામેની લડતમાં જીતતા અને જીવતા શીખો : ડો.ખ્યાતી વસાવડા

રાજકોટ : ‘‘કેન્સર'' શબ્દ સાંભળતા આપણે કેટલા ભયમાં આવી જઈએ છીએ ! તો વિચારો કે કેન્સરગ્રરત દર્દી અને તેમને પરિવાર કેટલા ભયના માહોલમાં રહેતો હશે. તે ડર અને કેન્દ્રાર ને હરાવવા માટે આપણે કેરારને લગતી નકારાત્મક રસમજ ને દુર કરી હકારાત્મક સમજ અને તેના પ્રત્યેની જાગળતતા ફેલાવવી જોઈએ અને કેન્સરગ્રસ્ત દર્દી માટે એક હકારાત્મક વાતાવરણ તેની સારવાર માટે ખુબ જ આવશ્યક પરિબળ છે.
આજે આપણે એવા જ એક કેસની વાત કરીએ જેમાં એક ૨૨ વર્ષીય યુવાનને જડબાનું કેન્સર હતુ અને તેઓ સારવાર અર્થે રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ) ખાતે આવેલ હતા. રાજકોટ કેન્સર સોસાયટીના મેડીકલ ડાયરેકટર અને મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાંત ડો, ખ્યાતી વસાવડાની દેખરેખ હેઠળ દર્દીની સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ દર્દીની તપાસ અને જરૂરી રિપોર્ટસ કરતા માલુમ થયુ કે દર્દીની સર્જરી કરવી આવશ્યક છે. આ દર્દીની સર્જરી બાદ ચહેરો પહેલા જેવો જળવાઈ રહે તે માટે પગનું હાડકું જડબામાં પુનઃનિમાર્ણ કરવાની ફરજ પડી હતી.આ ઓપરેશનમાં ડો.ખ્યાતી વસાવડા સાથે નિષ્ણાંત અને અનુભવી તબીબોની ટીમ જેમાં પ્લાસ્ટીક સર્જન ડૉ. ધવલ બારીયા તથા ડો. ભાવિન માધાણીએ જહેમત ઉઠાવેલ હતી. જયારે દર્દીને સર્જરી કરવાથી તેનો ચહેરો પહેલા જેવાં ન રહે તેવા સમયે દર્દીને સમાજમાં બહાર નીકળવા સંકોશની લાગણી ઉદભવતી હોય ત્યારે આ પ્રકારની ટેકનોલોજી અને સર્જીકલ સારવારમાં આધુનિકતા દર્દીના જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્વપુર્ણ ભાગ ભજવે છે.જેના માટે રાજકોટ કેન્સર સોસાયટી સતત પ્રયત્નશીલ છે.
ડો.ખ્યાતી વસાવડાએ મોઢાના કેન્સર વિશે માહિતી આપતા જણાવેલ હતુ કે હોઠ, જીભ, ગાલ, ગલોકા, જડબુ, ઉપર નીચેના પેઢા અને તાળવામાંથી કોઈપણ જગ્યાએ કેન્સર હોય તો તેને મોઢાનું કેન્દ્રાર કહેવાય છે. આપણા દેશમાં અને એમાં પણ આપણા ગુજરાતમાં મોઢાના કેન્સરના કેસો સૌથી વધુ જોવા મળે છે. છેલ્લા ૧૦ વર્ષમાં નાની ઉંમરની વ્યક્તિઓમાં આ કેન્સાર થતું જોવા મળ્યું છે જે ચિંતાજનક છે. પહેલા આ કેન્સર ૫૦ થી વધુ ઉંમરની વ્યકિતઓમાં જોવા મળતું હતું પરંતુ
હવે ૩૦ થી ૪૦ વપંથી વયના યુવાનોમાં જોવા મળે છે. જેનું મુખ્ય કારણ તંબાકુ,બીડી-સિગારેટ વગેરેનું વ્યસન છે. દર્દીને સર્જરી બાદ રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા મળતુ હકારાત્મક પ્રોત્સાહન અને ક્રીટીકલ કેરની સુવિધાઓથી દર્દીનું સર્જરી બાદનું પરિણામ ખુબ જ સારૂ રહે છે.આ ઉપરાંત દર્દીનું મનોબળ અને પારીવારીક સહયોગથી કેન્સર સામેની લડાઈમાં અવશ્ય જીત મેળવી શકાય છે.
ડો.ખ્યાતી વસાવડા નમ્ર અપિલ કરે છે કે આવા દર્દીઓની મદદ કરવી અને કેન્સર પ્રત્યે હકારાત્મત જાગળતતા ફેલાવવી જોઈએ. રાજકોટ કેન્સર સોસાયટીના આ સંકલ્પ સાથે આપ સૌજોડાવ અને કેન્સરગ્રસ્ત દર્દીને લાબું અને ગુણવત્તાયુક્ત જીવન મળે તે માટે ચાલો આપણે સૌ પ્રયત્ન કરીએ.
(2:59 PM IST)










