<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

રાજકોટ કલેકટર મહેસૂલ કર્મચારીઓ-અધીકારીઓ માટે અદ્યતન ૩૯૬ આવાસ બનાવશેઃ આર એન્‍ડ બી ને ફાઇલ મોકલી

R&B ફાઇલ તૈયાર કરી ૧પ દિવસમાં કલેકટરને આપશેઃ બાદમાં પ્રભવ જોષી સરકારમાં દરખાસ્‍ત કરશે : અંદાજે ૧પ૦ કરોડનો ખર્ચઃ દરેક તાલુકા આવરી લેવાયાઃ પ્રાંત-મામલતદાર-નાયબ મામલતદાર તથા કલાર્ક માટે કાર્યવાહી

રાજકોટ તા. ર૭: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ એક મહત્‍વનો નિર્ણય લઇ શહેર જીલ્લાના પોતાના મહેસૂલી અધીકારીઓ તથા કર્મચારીઓ માટે અદ્યતન આવાસો બનાવવાનું નકકી કર્યું છે, અને આ માટે પોતાના મહેસૂલી અધીકારીઓ સાથે ચર્ચા કરી, કેટલા આવાસ કયા તાલુકા અને શહેરમાં કઇ જગ્‍યાએ બનાવવા, તેની જગ્‍યા, કયા પ્રકારના, વિગેરે તમામ રૂપરેખા અને બાબતો અંગેની સંપૂર્ણ ફાઇલ તૈયાર કરી આર એન્‍ડ બી ના અધિકારી શ્રી જાનીને મોકલી દીધી છે, હવે રાજકોટ આર એન્‍ડ બીના અધીકારીઓ દ્વારા આ સમગ્ર આવાસો અંગે ખાસ

 

તૈયાર કરી કલેકટરને મોકલશે, અને કલેકટર તમામ બાબતો ચકાસી સરકારના મહેસૂલ વિભાગને દરખાસ્‍ત કરશે, અને આગામી ગુજરાત સરકારના ર૦રપના બજેટમાં આ બાબત આવરી લેવાય તેવી શકયતા છે, અધીકારી વર્તુળોએ ઉમેર્યું હતું કે, આર એન્‍ડ બી દ્વારા ૧પ દિવસમાં ફાઇલ તૈયાર કરી કલેકટરને આપી દેવાશે, ગઇકાલે મહેસૂલ વિભાગના મુખ્‍ય સચિવ શ્રી જયંતિ રવીની યોજાયેલ ખાસ વીસીમાં પણ આવાસ અંગેનો મુદો ચર્ચાયો હતો, જેમાં રાજકોટ કલેકટરે ૩૯૬ પ્રકારના વિવિધ કેટેગરીના આવાસો અંગેની જાણ કરી હતી.

કલેકટર દ્વારા રાજકોટ શહેર ઉપરાંત તમામ તાલુકા વિછીંયા, જસદણ, ધોરાજી, જેતપુર, ગોંડલ, લોધીકા, પડધરી, ઉપલેટા વિગેરે આવરી લેવાયા છે, હાલ અનેક તાલુકામાં સરકારી આવાસો વર્ષો જૂના, જર્જરીત, બની ગયા છે, અમુક તાલુકામાં આવાસો ઠામુકા નથી, કર્મચારીઓ-અધીકારીઓને ભાડે રહેવું પડતું હોય છે, ફિકસ પગારવાળાને તો આ પોષાય નહિં તેવું છે, અથવા તો ફરજીયાત અપડાઉન કરવું પડે તેવી સ્‍થિતિ છે, આથી કલેકટર શ્રી પ્રભવ જોષીએ આગામી ૧૦ થી ૧પ વર્ષ સંદર્ભે આવાસો બનાવવાનું ફાઇનલ કર્યું છે, ઉપલેટામાં તો મામલતદાર કચેરી નવી બનાવવા અંગે મંજુરી પણ મળી ગઇ છે.

રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી દ્વારા આર એન્‍ડ બી ને ફાઇલ મોકલાઇ તેમાં પ્રાંત કક્ષાના અધીકારી માટે-૪, મામલતદાર માટે-૧૩, નાયબ મામલતદાર માટે-૧૭૬ તથા કારકૂન-તલાટી વિગેરે માટે-ર૦૩ આવાસો-મકાનો-ફલેટ કવાટર્સ બનાવાશે, અંદાજે ૧પ૦ કરોડથી વધુનો આમાં ખર્ચ થવાની શકયતા વર્તુળો દાખવી રહ્યા છે.

(2:59 PM IST)