News of Wednesday, 27th November 2024
ફેબ્રુઆરીમાં રાજકોટના આંગણે ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર-૨૦૨૫'
લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આજીના એનએસઆઇસી મેદાનમાં આયોજન : ૮ સેન્ટ્રલી એ.સી. ડોમમાં ૩૭૫ સ્ટોલ ફાળવાશે : રવિવારે લોન્ચિંગ સમારોહ

તસ્વીરમાં પત્રકાર પરિષદને સંબોધતા લઘુ ઉદ્યોગ ભારતીના મેન્ટર હંસરાજભાઇ ગજેરા, ફેરના ચેરમેન ગણેશભાઇ ઠુમ્મર, યશભાઇ રાઠોડ, જયભાઇ માવાણી અને બાજુમાં વિજયભાઇ મહેતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૨૭ : લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને વૈશ્વિક લેવલે પ્રગતિ કરે તેવા હેતુથી લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા ફેબ્રુઆરીમાં રાજકોટના આંગણે ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર - ૨૦૨૫'નું આયોજન કરાયુ છે.
આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા લઘુ ઉદ્યોગભારતીના મેન્ટર હંજરાજભાઇ ગજેરા અને ફેરના ચેરમેન ગણેશભાઇ ઠુમ્મરે જણાવ્યુ હતુ કે આગામી તા. ૨ થી ૫ ફેબ્રુારી એમ ચાર દિવસીય આ ઉદ્યોગ ફેર આજી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એરીયા ખાતેના એનએસઆઇસી ગ્રાન્ડ ખાતે યોજાશે. ૪૦ હજાર સ્કવેરફુટ એરીયામાં ૮ સેન્ટ્રલી ડોમ ઉભા કરી ૩૭૫ સ્ટોલનું નિર્માણ કરાશે.
દેશ વિદ્ેશના ઔદ્યોગિક એકમો આ વેપાર મેળામાં ભાગ લેશે. જેમના માટે જમીન, પાવર, પાણી અને ફાઇન્સને લગતી તમામ માહિતી માર્ગદર્શન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટેનું કાઉન્ટ ડાઉન ચાલુ છે.
આ વેપાર મેળાનો લોન્ચિંગ સમારોહ આગામી તા.૧ ડીસેમ્બરના રવિવારે રાખવામાં આવ્યો છે. સ્ટોલ બુકીંગ અને અન્ય માહીતી માટે મો.૮૧૬૦૭ ૯૨૩૨૨ અને મો.૮૭૯૯૦ ૧૦૫૫૦ ઉપર સંપર્ક કરી શકાશે.
આ વેપાર મેળાની એક વિશેષતા એ છે કે અહીં યુનિવર્સિટીના વિધાર્થીઓના મનમાં આકાર પામતા ઉદ્યોગના પ્રોજેકટોને જમીની સ્તર પર ઉદ્યોગનું સ્થાન મળે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિધાર્થીઓ પોતાના ૧ કરોડથી લઈ ૧૦૦ કરોડ સુધીના પ્રોજેક્ટનું યોગ્ય પ્રેઝન્ટેશન કરી શકે અને યોગ્ય રોકાણકાર મેળવી પોતાના સ્વપ્ન સાકાર કરી સ્ટાર્ટ અપ ઊભું કરી શકે એ માટે સેમિનાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
દેશનો નવમો અને સૌરાષ્ટ્ર સંભાગનો આ બીજો વેપાર મેળો યોજાવા જઇ રહ્યો છે. જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી વગેરે વિસ્તારમાં વિકાસ પામેલ ઉદ્યોગો જેવા કે ઓટોમોબાઇલ્સ પાર્ટસ, સોલાર રીન્યુએબલ એનર્જી પ્રોડકટસ, મશીન ટુલ્સ, જનરલ કાસ્ટિંગ, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, ફોર્જીંગ, ટ્રાન્સફોરમર્સ, કટીંગ ટુલ્સ, હાર્ડવેર, કિચનવેર, સબમર્શીબલ પંપ મોટર્સ, પ્લાસ્ટિક પ્રોડકટસ, સર્જીકલ ઇકવીપમેન્ટસ એરોસ્પેશ પાર્ટસ, ડીફેન્સને લગતા રેલ્વે મરીનને લગતા અનેક પાર્ટસ, રોબોટીકસ ઓટોમેશન, બ્રાસ પાર્ટસ, સેનેટરી, બાથરૂમ ફીટીંગ ટાઇલ્સ, ઇલેકટ્રોપ્લેટીંગ, મેટલ પ્રોસેસીંગ, વેલ્ડીંગ ઇકયુપમેન્ટ, લેઝર માર્કીંગ-કટીંગ, પાવર ટુલ્સ, હાઇડ્રોલિક-ન્યુમેટીકસ, મશીન ટુલ્સ એસેસરીઝ, ટયુબ એન્ડ પાઇપ ટેકનોલોજી, ફાસ્ટનર મશીનરી, એર કમ્પ્રેસર, પંપ વાલ્વ સહિત અને ક પ્રોડકના ઉત્પાદકો ભાગ લેશે.
સૌરાષ્ટ્રમાં નાના-મધ્યમ કદના ઉદ્યોગો વિકસ્યા છે. ૪૦થી વધુ પ્રકારના ઉદ્યોગોને રાષ્ટ્રીય કક્ષાએ એકસપોઝર મળે. તેમની પ્રોડકટ માટે ગ્રાહક મળે અને દેશભરના જેતે ઉદ્યોગોને પોતાની જરૂરી પ્રોડકટ મળી રહે એવા ઉદ્દેશો સાથે સંસ્થા દ્વારા વેન્ડર મીટીંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટના વિવિધ એસોસિએશન જેમ કે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન, રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ્રૂઇન્ડસ્ટ્રી, લોધિકા જીઆઇડીસી (મેટોડા) ઇન્ડ.એસોસીએશન, આજી જીઆઇડીસી ઇન્ડ.એસોસીએશન, મશીન ટુલ્સ મેન્યુ એસોસીએશન. હડમતાળા ઇન્ડ.એસોસીએશન, રાજકોટ બિલ્ડર એસોસીએશન .ટ્ટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ ્રૂ ઇન્ડસ્ટ્રી, રાજકોટ કિચનવેર મેન્યુ એસોસીએશન, રાજકોટ પ્લાસ્ટીક મેન્યુ એસોસીએશન, સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ, વાવડી ઇન્ડ એસોસીએશન, લોઠડા- પડવલા-પીપલાના ઇન્ડ.એસોસીએશન, ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ એસોસીએશન, કુવાડવા ઇન્ડ એસોસીએશન, ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન, રાવકી ઇન્ડ.એસોસીએશન, હરીપર પાળ ઇન્ડ.એસોસીએશન, ખાંભા ઇન્ડ એસોસીએશન, પંપ ક્લબ, રાજકોટ હાર્ડવેર મેન્યુ એસોસીએશન, ખીરસરા ઇન્ડ.એસોસીએશન, વગેરેનો ઔદ્યોગિક મેળા માટે સહકાર મળેલ છે.
આ વેપાર મેળાનો લોન્ચિંગ સમારોહ તા. ૧ ના રવિવારે યોજાયો છે. જેમાં લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ ઘનશ્યામજી ઓઝા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્ત, સેક્રેટરી ઓમપ્રકાશ ગુપ્તા, પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ બલદેવભાઈ પ્રજાપતિ, વજુભાઈ વઘાસિયા, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશના મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન, અખિલ ભારતીય સહમંત્રી શ્યામભાઈ સલુજા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કર્ણાવતી સંભાગ મંત્રી સંદીપભાઈ શાહ, પૂર્વ પ્રદેશ પ્રમુખ નિખિલભાઇ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ હિતેન્દ્રભાઈ જોશી, તેમજ આરએસએસ અધિકારીઓ સર્વશ્રી પ્રાંત સંઘચાલકજી મુકેશભાઈ મલ્કાન, પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ ડો. નરેન્દ્રભાઈ દવે, પ્રાંત કાર્યકારીણી સદસ્ય સેવા ભારતી ગુજરાત કિશોરભાઈ મુંગલપરા, રાજકોટ વિભાગ સહ સંઘયાલકજી ડો. સંજીવજી ઓઝા, રાજકોટ મહાનગર સંઘચાલકજી ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક, મહેશભાઈ જીવાણી, રાજકોટ મહાનગર અને મોરબી જિલ્લા પ્રચારક ઓમભાઈ હળવદિયા, રાજકોટ મહાનગર કાર્યવાહ ડો. આશિષભાઈ શુકલ, રાજકોટ મહાનગર સહકાર્યવાહ વિરમભાઈ સાંભર, કાર્ય કારીણી સદસ્ય રાજકોટ વિભાગ મનીષભાઈ બેચરા ઉપસ્થિત રહેશે.
ઉપરાંત રાજકીય આગેવાનો સર્વશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ભરતભાઈ બોઘરા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલારા, ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, શ્રીમતી નયનાબેન પેઢડીયા, જયેશભાઈ રાદડિયા, વિજયભાઈ રૂપાણી, અલ્પેશભાઈ ઢોલરીયા, જયમીનભાઇ ઠાકર, વલ્લભભાઈ કથીરિયા, મોહનભાઈ કુંડારીયા, અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ નાગરિક બેંક પરિવારના સર્વેશ્રી જયોતીન્દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા,, જીવણભાઈ પટેલ, જીમ્મીભાઈ દક્ષિણી, શૈલેષભાઈ ઠાકર, ટપુભાઈ લીંબાસીયા, અર્જુનભાઈ શિંગાળા, કલ્પકભાઈ મણિયાર, દિનેશભાઈ પાઠક, દેવાંગભાઈ માંકડ, માધવભાઈ દવે, અશોકભાઈ ગાંધી, વિક્રમભાઈ પરમાર નરસિંહભાઈ મેઘાણી, ચિરાગભાઈ રાજકોટીયા, હસુભાઈ ચંદારાણા, જ્યોતિબેન ભટ્ટ, કિર્તીદાબેન જાદવ, ભૌમિક ભાઈ શાહ .નવીનભાઈ પટેલ, બ્રિજેશભાઈ મલ્કાણ, ચંદ્રેશભાઇ ધોળકિયા, કલ્પેશભાઈ ગજજર વિજય કોમર્શિયલ બેંક પરિવારના સર્વે શ્રી ચેરમેન શ્રી નિકુંજભાઈ ધોળકિયા, ગોપાલભાઈ માંકડીયા, વાઇસ ચેરમેન ધીરેન્દ્રભાઈ પારેખ, સરકારી વિભાગ (અધિકારીઓ) શ્રી એમ. કે. લાડાણી (ડીઆઇસી), વી. કે. કોહલી (એનેસઆઇસી), શ્રીમતી સ્વાતિ અગ્રવાલ (એમએસએમઇ), ડો. નીલ શ્રીમાલી (સીઇડી), શ્રીમતી પ્રીતિ શર્મા ((પીજીવીસીએલ), આર. જે. વાળા (પીજીવીસીએલ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
સમગ્ર વેપાર મેળાના સફળ આયોજન માટે મેન્ટર હંસરાજભાઈ ગજેરા, ચેરમેન ગણેશભાઈ ઠુમ્મર, ખજાનચી જયભાઈ માવાણી, લઘુ ઉદ્યોગ ભારતી-રાજકોટ જિલ્લાના પ્રમુખ યશભાઈ રાઠોડ, મંત્રી જયસુખભાઈ સોરઠીયાની આગેવાનીમાં દિપકભાઈ પટેલ, કેતનભાઈ વસા અમળતભાઈ ગઢીયા, અમરીશભાઈ ત્રાંબડીયા, મલયભાઈ રૂપાપરા, ચન્દ્રેશભાઈ સંખારવા, હેમંતભાઇ કાપડીયા, દેવેન્દ્રભાઈ શર્મા, દર્શકભાઈ ઘેટીયા, મહેશભાઈ સાવલીયા, મયુરભાઈ વેકરીયા, જલ્પેશભાઇ ગોસ્વામી સહિતની ટીમ ફેરના આયોજન માટે કાર્યરત છે.
લશ્કરમાં વપરાતા સાધનોનો અલાયદો ડોમ ઉભો કરાશે
આ વેપાર મેળામાં ડિફેન્સ વિભાગ પણ ભાગ લઇ રહ્યો છે. લશ્કરમાં વપરાતા હેલિકોપ્ટર, ડ્રોન, તોપ, ટેન્ક, ફાયર ગન ઈકયુપમેન્ટ પ્રદર્શિત કરવામાં આવશે. સ્ટાર્ટઅપ અને મહિલા ઉધોગ સાહસિકો માટે પણ ખાસ ડોમ બનાવવામાં આવનાર છે.
(3:01 PM IST)










