તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 27th November 2024
ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર ટીપ્પણી કરીઃ સિધ્ધુ નામના આઇ.ડી. ધારક સામે એટ્રોસીટી
નાનામવા રોડ જયભીમનગરના નિખીલ ચાવડાની તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા., ર૭: નાનામવા રોડ પર જયભીમનગરમાં રહેતા યુવાનના ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર ટીપ્પણી કરનારા ઇન્સ્ટગ્રામ આઇ.ડી.ધારક વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ નાનામવા રોડ જયભીમનગર શેરી નં. ૮ માં રહેતા નીખીલ કાંતીભાઇ ચાવડા (ઉ.વ.ર૪)એ તાલુકા પોલીસ મથકમાં ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારક સીધ્ધુ રાજપુત ૦૦૭ વિરૂધ્ધ ફરીયાદ નો઼ધાવી છે. નીખીલે ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે પોતાના મોબાઇલમાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર વોટસએપ, ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુકનો ઉપયોગ કરે છે. પોતે છેલ્લા છ વર્ષથી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. પોતાનું ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઓપન છે. તેમાં ગત તા. ર૮-પના રોજ એક રીલ્સ મુકી હતી. જેમાં પોતાનો ફોટો તથા બાબા સાહેબ આંબેડકરનું ગીત અને ફોટા ઉપર ગુજરાતીમાં શબ્દ લખેલો હતો. પોતાનુ ઇન્સ્ટાગ્રામ ઓપન હોઇ જેથી આઇ.ડી.માં પોતાના ફોલોવર્સ રીલ્સ ઉપર અલગ-અલગ કોમેન્ટ કરી હતી. જેમા઼ સીધ્ધુ રાજપુત-૦૦૭ નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ધરાવતા શખ્સે પોતાની રીલ્સ પર તા.૩૧-પના રોજ કરેલી કોમેન્ટમાં અંગ્રેજી અક્ષરમાં(ગુજરાતી) અપશબ્દો તથા અભદ્ર ટીપ્પણીઓ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ધમકી આપતા પોતે સાયબર ક્રાઇમ પોલીસમાં ઓનલાઇન અરજી કરી હતી. આ અ઼ગે તાલુકા પોલીસે પોતાની ફરીયાદ પરથી ઇન્સ્ટાગ્રામમાં સીધ્ધુ રાજપુત-૦૦૭ નામની આઇ.ડી. ધારક સામે એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો દાખલ કરી ઇન્ચાર્જ એસીપી રાધીકા ભારાઇએ તપાસ હાથ ધરી છે.
(3:16 PM IST)










