News of Wednesday, 27th November 2024
નાગરીક બેંકની ૪ લાખ ૯૪ હજારની બાકી પ્રશ્ને મકાનનો કબજો લેવાયો
પૂર્વ મામલતદાર દ્રારા કાર્યવાહીઃનાગરીક બેંકને મિલકત સોંપી દેવાઇ

રાજકોટ તા.૨૭ રાજકોટ કલેકટર પ્રભવ જોશી ના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, તથા સર્કલ આફિસર શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિકયુરાઈઝેન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લઇ બેંકને કબજો સોંપી દિધો હતો.
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા મહેમુદભાઈ અબ્દુલશકુર દોસાણી અને ગુલશનબેન ગુલાબભાઈ બેલીમ ને રાજકોટ શહેરના સીટી સર્વે વોર્ડ નંબર ૧૨, ટી.પી. સ્કીમ નં.-૭,એફ. પી. નં.-૮૦,૯૧ તથા ૯૪, રેવન્યુ સર્વે નં.-૧૬૭ તથા ૧૬૮ પૈકીના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ક્વાર્ટર પૈકી ચો.મી. ૨૩.૬૦ ઉપર આવેલ ફ્લેટ નંબર.-એલ-૧૪૪૦ આવેલ મકાન નો કબજો લેવા અંગે નોટીસ અપાયેલ કૂલ ૪ લાખ ૯૪ હજારની બાકી પ્રશ્નેનેગઇ કાલે મામલતદાર દ્ધારા કબ્જા લઇ મકાનને શીલ મારી બેંકને કબજો સોંપી દેવાયો હતો.આ મિલકત ઉપર તા. ૩૦/૧૧/૨૦૧૬ સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. ૪,૯૪,૨૯૦-૦૦ અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યાનું અધિકારીઓએ ઉમેર્યુ હતું
(3:20 PM IST)










