News of Wednesday, 27th November 2024
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પઃ ૪૦૦ દર્દીઓએ લાભ લીધો

રાજકોટઃ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુકત ઉપક્રમે ટ્રસ્ટના ભવન ‘કિલ્લોલ', ૧-મયુરનગર ખાતે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાય ગયો જેમાં આશરે ૪૦૦ દર્દીઓને વિનામુલ્યે નિદાન સાથે દવાઓનું વિતરણ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને ડોકટરની સલાહ મુજબ લોહીનું પ્રાથમિક પરીક્ષણ પણ કરી આપવામાં આવેલ. આ કેમ્પમાં ઉદદ્યાટન IMA પ્રમુખ ડો. કાંત જોગાણીના હસ્તે કરાયુ હતું. આ તકે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણીએ કેમ્પના લાભાર્થી દર્દીઓના આરોગ્યની સુખાકારી જળવાઇ રહે તેવી શુભકામના પાઠવેલ તેમજ આ કેમ્પમાં સેવા આપનાર તમામ ડોકટરો, કાર્યકર્તાઓ તથા કર્મચારી ભાઇઓ બહેનોનો આભારવ્યકત કરેલ. આ કેમ્પમાં રોટરી કબલ ઓફ રાજકોટ મીડટાઉનના પ્રમુખ દિવ્યેશભાઇ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવો અને ડોકટર્સની સમગ્ર ટીમનું ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્યકર્તાઓ તથા કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. પ્રાસ્તાવિક ઉદબોધન ડો. જેમનભાઇ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલુ. તેમજ સમગ્ર ઉદઘાટન સમારોહનું સંચાલન શૈલેષભાઇ લોટીયા દ્વારા કરવામાં આવેલ. આ કેમ્પમાં નામાંકિત ડોકરોટોએ પોતાની સેવાઓ આપેલ હતી. જેમાં કાન-નાક-ગળા વિભાગમાં ડો. જતીન મોદી, ડો. દર્શન ભટ્ટ, ડો. મણીયાર, ડો. સેજલ ભટ્ટ, જનરલ સર્જન વિભાગમાં ડો. વિભાકર વચ્છરાજાની, ડો. પ્રતાપ ડોડીયા, ડો. જીજ્ઞેશ ભીમાણી, ગાયનેક વિભાગમાં ડો. નિરંજન પરીખ, ડો. પ્રતિમાબેન પરીખ, ડો. હેતસ્વી કાકડિયા, ડો. તારાબેન ગાંધી, એમ.ડી. વિભાગમાં ડો. અમિત હાપાણી, ડો. કરણ મોઢવાડિયા, બાળરોગ વિભાગમાં ડો. ઝંખના સંઘવી, સ્ક્રીન વિભાગમાં ડો. ભાવેશ શાહ, ડો. ઓમદેવસિંહ ગોહિલ, ઓર્થોપેડીક વિભાગમાં ડો. કેતન ઠક્કર, ડો. કલ્પેશ બજાણીયા, ડો. વિશાલ માંગરોળીયા, ડો .નિશીથ સંઘવી, દંતરોગ વિભાગમાં ડો. જીનીશાબા સોઢા, ડો. વિવેક સરવૈયા, ડો. રચના સુરાણી, ડો. બંસી કારિયા, મેડીકલ ઓફિસર ડો. સલોની ડોડીયા તથા ડો. નેન્સી ડોબરીયા, લેબોરેટરી વિભાગમાં અલ્પાબેન ભટ્ટ, રાજુભાઇ ભટ્ટએ પોતાની સેવાઓ આપેલ હતી .તેમજ ડો. ધારા ચૌહાણ, ડો. ધ્રુવી ડોબરીયા, ડો. ચિંતન જોષી, ડો. જસ્મિતા ચાવડા, ડો. ગ્રીષ્મા માલવિયા, ડો. ક્રિષ્ના ચાવડા, ડો. નિરાલી સવાડીયા, ડો. પ્રજ્ઞા બલદાણીયા, ડો. દિપાલી બાગડા, ડો. હિતેક્ષા વ્યાસ, ડો. અનીતા દાફડા, ડો. પાયલ જોષી, ડો. ક્રિનલ સોરઠીયા, ડો. વિશ્વા યાંદેગરા, ડો. કિરણ ચૌહાણ, ડો. ઋત્વી રાઠોડ તથા ચાંદની ખીચી વગેરેએ સહાયક તરીકે સાથ આપેલ હતો. આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મેડીકલ કમિટીના મેમર્બ્સ મહેશભાઇ ભટ્ટ, ડો. જેમનભાઇ ઉપાધ્યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ વચ્છરાજાની, દિવ્યેશભાઇ પટેલ, બિપીનભાઇ વસા તથા શૈલેષભાઇ લોટીયા, વહીવટી અધિકારી ભાવેશભાઇ ભટ્ટ, કો-ઓડિનેટર સાગરભાઇ પાટિલ, કાર્યકર્તાઓ હરેશભાઇ ચાંચીયા, કિશોરભાઇ ગમારા, રાજુભાઇ શેઠ, જયસુખભાઇ ડાભી, કેતનભાઇ મેસવાણી, કિરીટભાઇ પરમાર, જગદીશભાઇ પંડયા, ઉમેશભાઇ કુંડલીયા, અક્ષય કિયાડા, દિશાંતભાઇ મકવાણા, ગીતાબેન વસા, નીરદભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ રત્નોતર, લાલાભાઇ ગાંગાણી, પરેશભાઇ હુંબલ, અશીષભાઇ જોષી તથા પીયુષભાઇ રાજપરા, કર્મચારીઓ શ્રી શિતલબા ઝાલા, પ્રીતીબેન મહેતા, ધાનીબેન મકવાણા, જાનકીબેન રામાણી, દિપ્તીબેન ગરાય, મંજુબેન ભાલાળા, શિલ્પાબેન કુમારખાણીયા, રીનારાની શીંગ, હાજરાબેન બુંભાણીઠેબા, વર્ષાબેન મકવાણા, કાંતિભાઇ નિરંજની, ભરતભાઇ પાઠક, દીપકભાઇ જોષી, અનિલભાઇ ચાવડા, સકીનાબેન અજમેરી, નયનાબેન ડાભી વગેરેએ જહેમત ઉઠાવેલ.
(3:27 PM IST)










