<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

માલી સમાજની ૩પ દિકરીઓના વળામણાનો રૂડો અવસર

તા. ૩ ડિસેમ્‍બરના રોજ રતનપર મુકામે તૃતીય સમૂહલગ્નનું આયોજનઃ લાખોના કરિયાવર અપાશેઃ શ્રી માલી સમાજ સમૂહલગ્ન સમિતિએ ‘અકિલા' કાર્યાલયે વિગતો વર્ણવી

‘‘અકિલા'' ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને શ્રી માલી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા તૃતીય આયોજન પ્રસંગે વર-વધુને આશીર્વાદ આપવા ઉપસ્‍થિત રહેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આપ્‍યું હતું તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટઃ તા. ૨૭: શહેરના શ્રી માલી સમાજમાં  દિકરીઓના વળામણાનો રૂડો અવસર આવી રહ્યો છે. શ્રી માલી સમાજ રાજકોટ દ્વારા તા. ૩ ડિસેમ્‍બરના રોજ દ્વિતીય સમુહ લગ્નનું આયોજન પંચદેવી મંદિર, રતનપર ખાતે કરવામાં આવ્‍યું છે.

શ્રી માલી સમાજની ૩૫ દિકરીઓ શ્રી માલી સમાજ સમૂહલગ્ન સમિતિ, રાજકોટ ના આયોજન હેઠળ પ્રભુતામાં પગલા માંડનાર છે. ત્‍યારે માલી સમાજના ઉદારદીલ દાતાઓ દ્વારા સ્‍ટીલ કિચન વેર, ૩૦ ઇંચનું ટીવી, વોશીંગ મશીન, મીક્ષસર, ટ્રોલી બેગ સહિત ૩૪ થી વધુ વસ્‍તુઓ કરિયાવરમાં આપવામાં આવશે.

માલી સમાજના તૃતીય સમૂહ લગ્નમાં તા. ૩ ડિસેમ્‍બરે સવારે જાન આગમન, દીપ પ્રાગટય, મંડપ રોપણ, ગણેશ સ્‍થાપના, સત્‍કાર સમારોહ, હસ્‍ત મેળાપ, ભોજન સમારંભ તથા કન્‍યા વિદાયના પ્રસંગો યોજાશે. જેમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાંથી માલી સમાજના પરિવારો ઉપસ્‍થિત રહી નવયુગલોને શુભેચ્‍છા પાઠવશે.

આજ રોજ ‘‘ અકિલા'' કાર્યાલય ખાતે  રાજકોટ માલી સમાજ તથા સમૂહલગ્ન સમિતિના હોદેદારો  પ્રમુખઃ ભાવેશભાઇ રમેશભાઇ સોલંકી (મો. ૯૨૨૮૨ ૪૦૨૯૨) ઉપપ્રમુખઃ પ્રવિણભાઇ રામસંગભાઇ પરમાર(મો. ૯૮૭૯૩ ૦૬૩૩૫) મંત્રીઃ સુરેશભાઇ વીસાભાઇ હિરાણી(મો. ૯૯૯૮૪ ૯૪૧૬૮) સહમંત્રીઃ વેલજીભાઇ હરજીભાઇ માનાણી,ખજાનચી હિતેન્‍દ્રભાઇ ભવનભાઇ સોલંકી,   સહખજાનચી- ભાવેશભાઇ બળદેવભાઇ સોલંકી, ઓડીટર- અમૃતભાઇ ધરમશીભાઇ પરમાર, પ્રવકતા નિલેશભાઇ દેવશીભાઇ પરમાર,કારોબારી સભ્‍યશ્રીઓ નામેરીભાઇ દેવશીભાઇ સોલંકી- સલાહકાર, રતનશીભાઇ ગોપાલભાઇ સોલંકી- સલાહકાર, રામજીભાઇ પેથાભાઇ વાવેશા-સલાહકાર ,ખીમજીભાઇ વીરાભાઇ સોલંકી- સલાહકાર, પરસોતમભાઇ મનજીભાઇ સીસોદીયા. પ્રેમજીભાઇ દાનાભાઇ ચૌહાણ. વેલજીભાઇ વિરાભાઇ સોલંકી.અશોકભાઇ દેવશીભાઇ પરમાર . રામજીભાઇ પૂંજાભાઇ માનાણી.મનિષભાઇ ડાયાભાઇ સોલંકી તથા જીજ્ઞેશભાઇ પેથાભાઇ ચૌહાણ  ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:13 PM IST)