News of Wednesday, 27th November 2024
વાવડીગામ તથાગત સોસાયટીમાંથી રૂા.૫૫ હજારના વિદેશી દારૂ ભરેલી રીક્ષા કબ્જે
તાલુકા પોલીસના હેડકોન્સ હરપાલસિંહ જાડેજાની બાતમીઃ દારૂ તથા રીક્ષા મળી રૂા. ૧.૫૫ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૨૭: વાવડી ગામ પાછળ આવેલી તથાગત સોસાયટીમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૫૫ હજારની કિંમતના વિદેશી દારૂ ભરેલી રીક્ષા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ વાવડીગામ પાછળ તથા ગત સોસાયટીમાં એક રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો હોવાની તાલુકાપોલીસ મથકના હેડકોન્સ હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા સ્ટાફ સાથે શેરી નં. ૧ માં દરોડો પાડી રૂા. ૫૫, ૫૬૦ ની કિંમતની વિદેશી દારૂ ભરેલી જી.જે. ૩-સીટી- ૨૩૫૦ નંબરની રીક્ષા કબ્જેકરી ચાલની શોધખોળ હાથધરી છે.
રાજારામ સોસાયટીમાંથી પ્રકાશ દારૂ સાથે પકડાયો
થોરાળાની રાજારામ સોસાયટી શેરી નં. ૨ માં થોરાળાપોલીસ મથકના પી.એસ. આઇ. એમ.એસ.મહેશ્વરી તથા કોન્સ જયરાજસિંહ કોટીલા સહિતે દરોડો પાડી રૂા. ૧૭૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૩૪ બોટલ સાથે પ્રકાશ મનહરલાલ કાકુ (ઉ.વ. ૪૮) (રહે. રાજારામ સોસાયટી મેઇન રોડ) ને પકડી લીધો હતો.
(3:43 PM IST)










