News of Wednesday, 27th November 2024
જુનાગઢના એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરીયા સસ્પેન્ડ
રાજકોટના સરદારધામ સોરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારાની હત્યાના પ્રયાસની ઘટનાના આરોપી : ડીજી ઓફિસમાંથી સીધો ઓર્ડર નીકળ્યોઃ પોલીસ બેડામાં ચકચાર

રાજકોટઃ શહેરના હરિ ધવા માર્ગ પર રહેતાં સરદારધામના સોૈરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારા પર પાર્ટી પ્લોટમાં હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો જેની સામે દાખલ થયો છે તે જુનાગઢ એસઆરપીના રિજીયન પીઆઇ સંજય પાદરીયાને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાબતે શોધી રહી છે ત્યારે બીજી તરફ ડીજી ઓફિસ તરફથી સીધો જ તેને સસ્પેન્ડ કરતો ઓર્ડર નીકળતાં પોલીસ બેડામાં ચકચાર જાગી છે. જુનાગઢથી પ્રતિનિધિ વિનુ જોષીના અહેવાલ મુજબ પીઆઇ સંજય પાદરીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાનું આધારભુત સુત્રો જણાવે છે.
(3:45 PM IST)










