તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 27th November 2024
રાજકોટ તાલુકા પોલીસે વાવડી પાછળથી અડધા લાખનો દારૂ ભરેલી રીક્ષા પકડી
પીઆઇ હરિપરા, પીએસઆઇ ભરવાડની ટીમનો દરોડો: હરપાલસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયાની બાતમી

રાજકોટ: શહેર તાલુકા પોલીસે વાવડી ગામ પાસેથી અડધા લાખનો દારૂ ભરેલી રીક્ષા પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે. દારૂ રીક્ષા મળી કુલ ૧,૫૫,૫૬૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી દુર કરવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હરપાલસિંહ જશુભા જાડેજા તથા પો.કોન્સ. જયપાલસિંહ હરદેવસિંહ સરવૈયાને બાતમી મળી હતી કે વાવડી ગામ પાછળ તથાગત સોસાયટી શેરી નં.૧ની અંદર રોડ ઉપર એક બજાજ સી.એન.જી. ઓટો રીક્ષા નંબર GJ-03-CT-2350માં ઇગ્લીશ દારૂનો જથ્થો પડેલ છે જે હકીકત આધારે બાતમીની જગ્યાએ પહોચતા ઓટો રીક્ષા નંબર GJ-03- CT-2350 જોવા મળી હતી. જેમા જોતા કોઇ ચાલક હાજર મળી આવેલ નહી. રીક્ષામાંથી મેકડોવેલ્સ નં.૧ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. નંગ- ૮૪ કિ.રૂ.૪૭,૨૦૮ તથા રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. નંગ-૧૨ કિ.રૂ.૮,૩૫૨ મળી આવતા તે તથા બજાજ સી.એન.જી. ઓટો રીક્ષા નંબર GJ-03-CT- 2350 કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિમત રૂ.૧,૫૫,૫૬૦નો કબ્જે કરી ચાલક માલિકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવા (ઝોન-૨) તથા મદદનિશ પોલીસ કમિશ્નર બી.જે.ચૌધરીની સૂચના અનુસાર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. ડી.એમ.હરિપરા, પો.સબ.ઇન્સ. બી.આર.ભરવાડ તથા કે.એચ.કારેણા તથા એ.એસ.આઇ. દિનેશભાઇ જોષી તથા પો.હેડ.કોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા તથા હરપાલસિંહ જાડેજા તથા અજયભાઈ ભુંડીયા તથા પો.કોન્સ. શિવભદ્રસિંહ ગોહિલ તથા સંજયભાઇ માંડાણી તથા નિકુંજભાઇ મારવીયા તથા ઉગાભાઇ બાળાએ આ કામગીરી કરી હતી.
(9:46 PM IST)










