<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

રાજકોટના વિદ્યાનગરમાં તામિલનાડુના વૃધ્ધાના ગળામાંથી બે શખ્સ સિત્તેર હજારનો ચેઇન ખેંચી ગયા

ભત્રીજી સાથે આરએમસી બંગલા નજીકના બગીચે વોકિંગમાં જતી વખતે બનાવ: એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરમાં ચિલઝાડપનો બનાવ બન્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશનરના બંગલા નજીક બગીચે વોકિંગમાં જઇ રહેલા વૃધ્ધાના ગળામાંથી બાઇક પર આવેલા બે શખ્સ ૭૦ હજારનો ચેઇન ખેંચી ગયા છે. 

આ બનાવમાં એ ડિવિઝન પોલીસે કોલનચીબેન રામાસ્વામી ધોબી (ઉ.વ.૫૯ ધંધો-ઘરકામ રહે- વિદ્યાનગર શેરી નં-૧ હનુમાન મંદિરની સામે મહેન્દ્રભાઈ રાજપુતના મકાનમાં ભાડેથી રાજકોટ મુળ રહે- એમ-૭૭૧ પુથુર સલાઇ ગામ-મંગલુર પોસ્ટ-મંગલુર જી.કડલુર રાજ્ય-તમિલનાડુ)ની ફરિયાદ નોંધી છે.

તેમણે જણાવ્યું છે કે હુ તમિલનાડુ રહુ છું અને  આશરે દશક દિવસ પેહલા હું મારી ભત્રીજી સરસ્વતી કે જે રાજકોટ ખાતે વિદ્યાનગર શેરી નં-૧ હનુમાન મંદિંરની સામે મહેન્દ્રભાઇ રાજપુતના મકાનમાં ભાડેથી રહે છે તેમને મળવા માટે આવેલ હતી અને હું રાજકોટ ખાતે તેમના ઘરે રોકાયેલ છું. તા.૨૫/૧૧ના રોજ સાંજના સવા સાતેક વાગ્યાની આસપાસ હુ તથા મારી ભત્રીજી સરસ્વતી તથા સરસ્વતીની બહેનપણી સરનીયા એમ અમો ત્રણેય ચાલીને આર.એમ.સી. કમિશ્નરના બંગલા પાસે આવેલ બગીચામાં વોકિંગ કરવા માટે ચાલીને નનિકળ્યા હતાં.

 અમે ઘરથી થોડેક આગળ આવેલ વિદ્યાનગર શેરી નં-૧૧ના ખુણે આવેલ રજપુત સમાજની વાડી પાસે પહોંચ્યા ત્યારે અમારી સામેથી ડબલ સવારી મોટર સાયકલમાં બે શખ્સ આવેલ અને અમારી પાછળ મોટર સાયકલ ઉભું રાખી તેમા પાછળ બેઠેલ એક શખ્સે ઉતરી મારી પાછળ મારા ગળામા સોનાનો ચેઇન પેહરેલ હતો તે પાછળથી આંચકો મારી ગળામાંથી મારો ચેન ઝુંટવી લેતા મેં પાછું વળીને જોયુ તો મારો ચેન ઝોટ મારી લઇ જનાર શખ્સ આગળ એક મોટર સાયકલ સાથે એક શખ્સ ઉભો હતો તેમા પાછળ બેસી જતા બને જતા રહેલ અને તે મોટર સાયકલના નંબર મેં તથા મારી ભત્રીજી તથા ભત્રીજીની બહેનપણી સરનીયાએ જોયેલ નથી તે ત્રણેય જણા મોટર સાયકલ લઇને તુરતજ ભાગી ગયેલ અને આ મારો સોનાનો ચેન જે ૨૨ કેરેટનો ૨૪.૦૦ ગ્રામ વજનનો હતો જેની કિંમત રૂપિયા આશરે ૭૦,૦૦૦ની ગણાય જે ચેન મેં આશરે દશેક વર્ષ પેહલા મારા વતન માથી ખરીદી કરેલ હતો જેનુ બીલ હાલ મારી પાસે નથી. મેં પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:11 PM IST)