<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

વિશ્વ ઉમિયા યુવા ફાઉડેશન દ્વારા ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજનઃ સૌરાષ્‍ટ્ર ઝોનમાં યુડી કલબ દ્વારા ૧૫મી ડીસેમ્‍બરથી શુભારંભઃ ફાઈનલ મેચ દુબઈમાં રમાશે

વિજેતા ટીમને રૂપિયા પાંચ લાખ સુધીનું ઈનામઃ પાટીદાર સમાજના યુવા ખેલવિરો માટે નોખી - અનોખી ટુર્નામેન્‍ટ : પુષ્‍કર પટેલ

રાજકોટ, તા. ૨૮ : વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠન દવારા ડે-નાઈટ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ૨૦૨૪-૨૫નુ શાનદાર અયોજન કરવામાં આવી રહયુ છે. ગુજરાત રાજયના પાંચ ઝોનમાં ટેનિશ ક્રિકેટની ટુર્નામેન્‍ટ નોક - આઉટ સીસ્‍ટમથી રમાડવામાં આવશે જેમાં સૌરાષ્‍ટ્ર ઝોનનું યુડી કલબના નેઝા હેઠળ શહેરના યેરોપીયન ઝીમખાના ખાતે ટુર્નામેન્‍ટ રમાશે તેમ યુડી કલબના શ્રી પુષ્‍કર પટેલે (મો.૯૮૭૯૩ ૭૭૭૭૭) જણાવ્‍યુ છે.

શ્રી પુષ્‍કરભાઈ પટેલે વધુમાં જણાવ્‍યુ હતુ કે ક્રિકેટની ટુર્નામેન્‍ટમાં આવડી મોટી રમત સમગ્ર ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વખત આયોજીત થઈ રહી છે. ટેનિશ ક્રિકેટ રમનારા ખેલાડીઓ માટે આ આનંદનો વિષય બની જાય છે. કારણ કે ગુજરાત રાજયના પાંચ ઝાનમાંથી વિજેતા થયેલ ટીમને અમદાવાદ ખાતે લીગ મેચ રમાડવામાં આવશે અને ત્‍યાર બાદ અમદાવાદમાં વિજય થનાર ટીમોને દુબઈ ખાતે ફાઈનલ મેચ રામાડવામાં આવનાર છે.

સૌરાષ્‍ટ્ર ઝોનમાં રમાનાર ટુર્નામેન્‍ટમાં સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી ભાગ લેનાર ટીમ ને રાજકોટ ખાતે યુરોપીયન ઝીમખાનામાં તા. ૧૫મી ડીસેમ્‍બરથી યુડી કલબ દવારા રમાડવાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં સૌરાષ્‍ટ્ર ઝોનની તમામ ટીમો નોક- આઉટ સીસ્‍ટમથી રમશે અને વિજેતા ટીમ અમદાવાદ ખાતે રમવા લીગ મેચ રમવા જશે આમ સમગ્ર સૌરાષ્‍ટ્રાના ટેનિશ ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે આ સુવર્ણ તક ઉભી થઈ છે. અને ફાલનઈમાં રમનાર ટીમોને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે રમવાનો મોકો મળશે.

પુષ્‍કરભાઈ પટેલે વધુમાં જણાવ્‍યુ હતુ કે ઉમા ડાયનેમિક કલબ એટલે કે યુડી કલબ દવારા અનેક સેવાકિય કાર્યો ઉપરાંત સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયુ છે. ત્‍યારે યુવાનો માટે પણ સ્‍પોર્ટસમા રમતવિરો પોતાનુ કૌશલ્‍ય દેખાડે તે માટે અને ભાઈચારાની ભાવનાને સુદૃઢ કરે તે આશયથી આ ઐતિહાસિક અને પ્રથમ વખત આ આયોજન કરવામાં આવી રહયુ. દરેક ઝોનમાંથી વિજેતા ટીમને રૂપિયા પાંચ લાખ સુધીનું ઈનામ આપવામાં આવનાર છે. આમ યુડી કલબ દવારા આ આયોજન કરીહરણ ફાળ ભરવામાં આવી છે. આ ટુર્નામેન્‍ટ યુવા સંગઠનને મજબુત કરવાના હેતુથીરમાડ વામાં આવનાર છે. દરેક ઝોન ખેલાડીઓને વિશ્વ ઉમિયા ફાઉડેશન તરફથી આપ વામાં આવેલ ટીશર્ટ પહેરવાનુ રહેશે.આ માટે દરેક ટીમોએ રજીસ્‍ટ્રેશન કરાવવાનુરહેશે સૌરાષ્‍ટ્ર ઝોનમાં રજીસ્‍ટેશન કરાવવા માટે બ્રાઈટ વિઝન, દર્શનકોમ્‍પલેક્ષ, પુષ્‍કરધામ સોસ ાયટી સામે, રાજકોટ ખાતે વધુ સંપર્ક માટે ૮૮૬૬૫ ૯૦૨૯૪ પરથી માહિતિ મેળ વી શકાશે.આ ટુર્નામેન્‍ટનો મુખ્‍ય હેતુ ભાઈચારો, ખેલદીલીની ભાવના, સામાજીક અને આધ્‍યાત્‍મિક ચેતના ઉજાગર કરવી તેમજ સમાજના યુવાનોને યુવા સંગઠનના માધ્‍ય મથી સેવાના પ્રવાહમાં જોડવાનો છે. ત્‍યારે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં આ ભગીરથ કાર્યનું બીડુ યુડી કલબ દવારા ઝડપવામાં આવ્‍યુ છે તેમ શ્રી પટેલે અંતમાં જણાવ્‍યુ હતુ.

 આ ક્રિકેટ ટુર્નામેન્‍ટ કલબ યુડીના એડવાઈઝરી ડાયરેકટર સર્વે શ્રી જીવનભાઈ ગોવાણી, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વૈષ્‍નાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સંજયભાઈ જાકાસણીયા, અને પુષ્‍કરભાઈ પટેલ તથા કલબ યુડીના પ્રમુખ પંકજભાઈ કાલાવડીયાના માર્ગદર્શન હેઠળ આ ક્રિકેટ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા કલબ યુડીની ૧૧૧ સંનિષ્‍ઠ યુવા કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

આ ક્રિકેટ ટુર્નામેન્‍ટના પ્રોજેકટ ઈન્‍ચાર્જ તરીકે હિરેન ધાટોડીયા મો. ૮૪૦૧૭ ૪૭૫૪૪ તથા સહ ઈન્‍ચાર્જ તરીકે પરેશ કકાણીયા મો. ૯૯૨૫૫ ૫૫૦૦૨૨ ની નિમણુંક કરવામાં આવી છે. આ ક્રિકેટ ટુર્નામેન્‍ટની બાબતની વધુ માહિતી માટે તેમનો સંપર્ક સાધવા નણાવવામાં આવ્‍યુ છે.

(2:20 PM IST)