<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

મોરારીબાપુનાં હસ્‍તે કૌશિક મહેતાના ત્રણ પુસ્‍તકોનું વિમોચન

રાજકોટઃ વરિષ્‍ઠ પત્રકાર કૌશિક મહેતાના ત્રણ પુસ્‍તકોનું વિમોચન શ્રી મોરારીબાપુનાં હસ્‍તે તા. ૩૦ નવેમ્‍બર,શનિવારે સાંજે સાડાપાંચ વાગ્‍યે સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલ ઓડીટોરીયમ રાજકોટ ખાતે થશે. આ પ્રસંગે પુસ્‍તકો વિષે વાત કરશે સંદેશની સુરત આવૃતિનાં તંત્રી અને જાણીતા લેખક કૃષ્‍ણકાંત ઉનડકટ અને જુનાગઢના કવિ અને લેખક ઉર્વીશ વસાવડા સંચાલન યોગ્‍ય ચોલેરા કરશે.

કૌશિક મહેતા મો.નં. ૯૪ર૭ર૧૪ર૦૩ ત્રણ પુસ્‍તકોનું વિમોચન થશે એમાં વહાલી દીકરીને પર્યાવરણ પોડકાસ્‍ટ અને પીંછું થઇ ખરી જવું છે નો સમાવેશ થાય છે. વહાલી દીકરીને પુસ્‍તકમાં  દીકરીને લખાયેલા પત્રોનું સંકલન છે. લેટર ડોટર નામે અગાઉ આ પત્રોનું એક પુસ્‍તક પ્રકાશિત થઇ ચુકયું છે જે બેસ્‍ટ સેલર બન્‍યું. આ પત્રોની કટાર ફૂલછાબમાં લાંબો સમય સુધી પ્રગટ થઇ હતી.

પર્યાવરણના પીડકાસ્‍ટમાં પર્યાવરણ સબંધિત લેખોનો સમાવેશ કરાયો છે. ગ્રામ સેતુમાં પ્રકૃતિને પત્ર અને ચિત્રલેખામાં પ્રકૃતિને પોસ્‍ટકાર્ડ નામે લેખો છપાયા છે અનેસારી ચાહના મળી એનો અહી સમાવેશ કરાયો છે. પીંછું થઇ ખરી જવું છે એ કાવ્‍ય રચનાઓનો સંગ્રહ છે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને આવવા નિમંત્રણ છે.

(2:22 PM IST)