તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th November 2024
મારૂતીનંદન સોસાયટીમાં કેતનભાઇના ઘરની ડેલી પાસે બે શખ્સોએ જવલનશીલ પદાર્થ છાંટી આગ લગાડી
ડ્રાઇવીંગ કરતા યુવાનની માલવીયાનગર પોલીસમાં પ્રતિપાલસિંહ જાડેજા અને અજાણ્યા શખ્સ સામે ફરીયાદઃ ફરીયાદી ખુદ કારણ અંગે અજાણઃ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ, તા., ર૮: મારૂતીનંદન સોસાયટીમાં રહેતા યુવાનના ઘર પાસે એકસેસ પર આવેલા બે શખ્સોએ તેના ઘરની ડેલી પાસે જવલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી ડેલી સળગાવવાનો પ્રયાસ કરતા માલવીયાનગર પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતછી વિગત મુજબ મારૂતીનંદન સોસાયટી શેરી નં. ર બ્લોક નં. પ૦માં રહેતા કેતનભાઇ અલ્પેશભાઇ ગોટેચા (ઉ.વ.૩ર)એ માલવીયાનગર પોલીસ મથકમાં પ્રતિપાલસિંહ જાડેજા તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. કેતનભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે ડ્રાઇવીંગ કરે છે. ગઇકાલે સાંજે પોતે પોતાના ઘરની બહાર ખાટલા પર બેઠા હતા. અને પુત્ર દેવ શેરીમાં રમતો હતો. ત્યારે એક કાળા કલરના એકસેસ પર બે શખ્સો આવ્યા હતા જેમાં એકસેસ પ્રતીપાલસિંહ ચલાવતો હતો. અને પાછળ એક અજાણ્યો શખ્સ બેઠો હતો. પોતાને જોઇ જતા બંને એકસેસ વળાંક વાળીને પોતાના ઘરથી દુર એકસેસ રાખેલ અને બંને ઘર પાસે આવી ઘરના આંગણાવામં ડેલી પાસે કોઇ જવલનશીલ પ્રવાહ નાખવા લાગ્યા અને દીવાસળી ચાંપી આગ લગાડી હતી બાદ પોતે સાઇડમાં જઇ પોતાના પિતાને ફોન કરી જાણ કરી હતી. બે શખ્સોમાં અજાણ્યા શખ્સે તેના મોબાઇલમાં શૂટીંગ ઉતારવા લાગ્યો હતો. બાદ આ બંને શખ્સો એકસેસ લઇ નાશી ગયા હતા.
આથી આ બંને શખ્સોએ પોતાના ઘરની ડેલીની બહાર આગ લગાડી નુકસાન કરવાનો પ્રયાસ કરતા પોતે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોધવતા એ.એસ. આઇ.કે.યુ વાળા એ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથધરી છે
(2:34 PM IST)










