તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th November 2024
બેંગલુરૂ ખાતે જાન્યુઆરીમાં વિશ્વવ્યાપી ઇમટેક્ષ -ર૦રપ એકઝીબીશન
ઇન્ડીયન મશીન ટૂલ્સ મેન્યુફેકચર્સ એસોસીએશન દ્વારા આયોજન : ર૦ દેશોના મશીન ટૂલ ઉત્પાદકો ભાગ લેશે વિશ્વના ૧ હજારથી વધુ પ્રદર્શકો ૮૦ હજાર ચો.મી. જગ્યામાં અદ્યતન ઉત્પાદનો પ્રદર્શીત કરશે : બેંગલુરૂ ઇન્ટેરનેશનલ એકઝીબીશન સેન્ટર, તુમકુર રોડ ખાતે ર૩ થી ર૯ જાન્યુચારી દરમિયાન આયોજન : રાજકોટ-સૌરાષ્ટ્રના સંખ્યાબંધ ઉત્પાદકો પણ જોડાશે

રાજકોટ, તા. ર૮ : ઇન્ડીયન મશીન ટૂલ મન્યુફેકચરર્સ એસોસીએશન (આઇએમટીએમએ) તેના ફલેગશીપ પ્રદર્શન ઇમટેક્ષ (આઇએમટીઇએકસ) ર૦રપ, પ્રદર્શન ર૩ થી ર૯ જાન્યઅુારી ર૦રપ દરમ્યાન બેંગ્લોર ઇન્ટરેનશનલ એકઝીબીશન સેન્ટર (બીઇઆઇસી) બેંગ્લોર ખાતે યોજવા તૈયાર છે.
ઇમટેક્ષ ર૦રપ ટૂલ ટેક ર૦રપ અને ડીજીટલ મેન્યુ ફેકચરીંગ ર૦રપ ના સમવર્તી શો સાથે સીએનસી મશીનીંગ, ટૂલીંગ, ઓટોમેશન, રોબોટીકસ, એડીટીવી મેન્યુફેકચરીંગ, સીએડી/ સીએમ, મેટ્રોલોજી અને સ્માર્ટ મેન્યુફેકચરીંગમાં અદ્યતન સોલ્યુશન્સની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરશે જે ભારતીય ટેકનીકલ ઉત્પાદનમાં મદદ કરશે.
મશીન ટૂલ ઉદ્યોગના વર્તમાન પ્રવાહોની ગણત્રી કરતા શ્રી રાજેન્દ્ર એસ.રાજમાને (પ્રમુખ આઇએમટીએમએ) કહે છે કે ગાર્ડનર ઇન્ટેલીજન્સ દ્વારા વિશ્વ મશીન ટૂલ સર્વે ર૦ર૩ મુજબ વૈશ્વિક સ્તરે, ભારત ઉત્પાદનમાં ૯ માં ક્રમે અને વપરાશમાં છઠ્ઠા ક્રમે છે. નાણાંકીય વર્ષ -ર૦ર૩-ર૪ દરમ્યાન ઉત્પાદન આશરે ૧૦ ટકા વધીને ૧૩પ૭૧ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આ સમયગાળા દરમ્યાન વપરાશ ૧૧ ટકા વધીને નાણાંકીય વર્ષ ર૦ર૪માં ર૭ર૬પ સુધી પહોંચવાનો અંદાજ છે.
આ પૃષ્ઠભૂમિમાં ઇમટેક્ષ ૨૦૨૫નું આયોજન કરવાથી એક નવા અને આત્મવિશ્વાસુ ભારતને દર્શાવવામાં મદદ મળશે અને તેનો મશીન ટુલ ઉધોગની શ્રેષ્ઠતા તરફની સફરમાં મહત્વનું યોગદાન આપશે એમ રાજમાને ઉમેર્યુ હતું
ઇમટેક્ષ ૨૦૨૫ એ તેની અગાઉની બધૅી આવૃતિઓને વટાવીને સૌથી મોટુ મશીન ટુલ પ્રદર્શન હશે. લગભગ ૮૦૦૦૦ ચોરસ મીટરના વિસ્તારને આવરી લેતી અને ૧૦૦૦ થી વધારે પ્રદર્શકો દ્વારા ટેકનોલોજી અને સોલ્યુશન્સની આકર્ષક શ્રેણી રજૂ કરાશે. જે. મશીન ટુલ વપરાશકર્તા ઉધોગો માટે એક આશર્દ પ્લેટફોર્મ પૂરૂ પાડશે. આઇએસટીએમ એના ડીરેકટર જનરલ અને સીઇઓ શ્રી જીબક દાસગુપ્તનું કહેવું છે.
દાસગુપ્તાએ વધુમાં કહયું, ભૂતકાળની જેમ, ઇમટેક્ષ૨૦૨૫ પ,ર લાઇવ મશીનોનું પ્રદર્શન, મુલાકાતીઓને ઉકેલો અને ટેકનીકોને જોવા માટે સક્ષમ બનાવશે. પ્રદર્શકો, મોટા અને નાના બંને ઇમટેક્ષ પર તેમની બ્રાન્ડને અનુકુળ રીતે વધારી શકે છે.
આ ઉપરાંત ઇમટેક્ષ ૨૦૨૫માં ઘણી સમાંતર ઇવેન્ટસ જેમકે આઇટે એકેડેમીમાં સ્કવેર,મેન્યુફેકચરીંગ કવીઝ કોન્ટેસ્ટ, જાગૃતિ અને જોબ કનેકટ પણ યોજાશે. મોટી સંખ્યામાં ઉધોગ પ્રતિનિધીઓ, વ્યાપાર પ્રતિનિધીમંડળ ઇમટેક્ષની મુલાકાત લેશે. એ સિવાય એન્જીનીયરીંગ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પણ તેની મુલાકાત લેશે
રાજકોટના ઉદ્યોગ સાહસીક
ડી.કે. એન્જીનીયરીંગ સીએનસી મશીન પાર્ટસ રજૂ કરશે
રાજકોટ : શહેરના સીએનસી મશીન ટૂલ ક્ષેત્રે નામના ધરાવતા ઉદ્યોગ સાહસીક ડી.કે. એન્જીનીયરીંગ પણ બેંગલુરૂ ખાતે જાન્યુઆરીમાં યોજાનાર ઇમટેક્ષ-ર૦રપ માં ભાગ લેનાર છે. ઉદ્યોગકાર અને ડી.કે. એન્જીનીયરીંગના માલીક દુષ્યંત કુબાવત (મો. ૯૯ર૪૪ ૬રપપર) પોતાના વિવિધ સીએનસી મશીનના પાર્ટસ સાથે રાજકોટનું પ્રતિનિધિત્વ કરનાર છે. તેઓ બેંગલોર ઇન્ટરનેશનલ એકઝીબીશન સેન્ટરના હોલ નં. ૭ ના સ્ટોલ નં. એ ૧૩પ ખાતે ટુલ્સ રજૂ કરશે.
પ્રદર્શન બનશે હાઇટેક
પાંચ હોલને આવરી લેતી લગભગ ૮૦૦૦૦ ચોરસ મીટરની પ્રદર્શન જગ્યા * ૨૫ દેશોના ૧૦૦૦ થી વધારે પ્રદર્શકોની ભાગીદારી* ૯ દેશોના પેવેલીયનો* ડીસ્પ્લે પર ૧૦૦૦ થી વધારે લાઇવ મશીનો* મેન્યુફેકચરીંગ ટેકનોલોજી આઇ ૨ એકેડેમીયા સ્કયેર સાથે ભારતની અગ્રણી સંસ્થાઓની ઉપસ્થિતી સાથે આંતરરાષ્ટ્રીય સેમીનાર* ઉધોગના ખાસ ડેલીગેશનની હાજરી* પોતાના આર એન્ડ ડી પ્રોજેકટસ સાથે આંતરરાષ્ટ્રીય વેચાણકર્તા ખરીદદાર વચ્ચે મીટીંગ* ટુલ ટેક ૨૦૨૫ અને ડીજીટલ મેન્યુફેકચરીંગ ૨૦૨૫ જેવા શો યોજાશે
(2:35 PM IST)










