News of Thursday, 28th November 2024
વોર્ડ નં.૭માં મનહર પ્લોટ (પાર્ટ)માં ડામર રિ-કાર્પેટ કામનુ ખાતમુર્હુતઃ લતાવાસીઓમાં હર્ષની લાગણી
રમેશભાઇ ટીલાળા અને ડો.દર્શિતાબેન શાહના હસ્તે ખાતમુર્હુતઃ દેવાંગ માંકડ, મનિષ રાડીયા, નહેલ શુકલ, જયશ્રીબેન ચાવડા, શૈલેષ હાપલીયા, કોૈશીક ચાવડા સહિતની ઉપસ્થિતિ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં કુલ રૂ.૬૨.૫૭ લાખના ખર્ચે ‘‘એક્શન પ્લાન હેઠળ'' મનહરપ્લોટ (પાર્ટ)માં ડામર રિ-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે તથા ઠક્કર બાપા શેરી નં.૧માં ડામર રિ-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડો.દર્શિતા શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતા શાહ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટરદેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્લ, જયશ્રીબેન ચાવડા, વોર્ડ નં.૭ના પ્રભારી શૈલેષભાઈ હાપલીયા, પ્રમુખ કૌશિકભાઈ ચાવડા, મહામંત્રી વિશાલભાઈ માંડલીયા, દીપકભાઈ પારેખ, અગ્રણી કિરીટભાઈ પાંધી, પ્રવિણભાઈ ચાવડા, ચંદ્રેશભાઈ પરમાર, નારણભાઈ ડાભી, નીતિનભાઈ ઝરિયા, જયપાલભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ જોશી, હિરાભાઇ ઘાવરી, શ્રવણભાઈ ચૌહાણ, જયેશભાઇ ઘાવરી, ગૌતમ ચૌહાણ, શંકરભાઈ વાઘેલા, ચંદ્રકાંત ચૌહાણ, લલિત પરમાર, જીજ્ઞેશ ચૌહાણ, રાજુભાઇ પરમાર, ધમેન્દ્ર મિયાવડા, શની મકવાણા, યોગેશ શિંગાળા, રામ લઢેર, કાળુભાઇ વાઘેલા, તુષાર ચૌહાણ, સંદિપ વાળા, બાબુ નૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ કામમાં ૧૩,૨૦૦ ચો.મી. રસ્તા પર ડામર રિ-કાર્પેટ કરવામાં આવનાર છે. મનહરપ્લોટ (પાર્ટ)માં તથા ઠક્કર બાપા શેરી નં.૧માં ડામર રિકાર્પેટનું કામ થવાથી શહેરીજનોને અવર જવરમાં સરળતા રહેશે અને હાલાકીમાંથી મુક્તિ મળશે તેમ જણાવાયું છે
(3:12 PM IST)










