News of Thursday, 28th November 2024
લોકોને પારાવાર મુશ્કેલીઃ સેવા કયારે શરૂ થશે : રાજાણી-સાગઠીયાના વેધક સવાલ
જન્મ-મરણના દાખલા કાઢવાનું તાકીદે શરૂ કરો : સરકારનો કોંગ્રેસના ધગધગતો પત્ર

રાજકોટ, તા. ર૮ : ઈ પોર્ટલ ના વાંકે જન્મમરણ ના દાખલા કાઢવાનું બંધ હોય શહેર કોંગ્રેસ દ્વારા તાત્કાલિક યોગ્ય કરવા બાબત રાજય સરકાર તથા મ્યુ. કમિશનરને પત્ર લખી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા તુરંત પગલા લેવા માંગ કરી છે.
પત્રમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તથા વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવેલ કે, જન્મ મરણ દાખલા કાઢવા અને નવી નોંધણી સહિત ની તમામ પ્રકાર ની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે જે પગલે નાગરિકો માં રોષ ની લાગણી ફેલાય છે જે અંગે કોંગ્રેસને ટેલિફોનિક ફરિયાદો મળી છે.
આધારકાર્ડ અને જન્મ મરણ ની તમામ કામગીરી કેન્દ્ર અને રાજય સરકારના પોર્ટલ તેમજ વેબસાઈટ પર થાય છે જે કારણે રાજકોટ મહાનગરપાલિકામાં જન્મ મરણ દાખલા અંગેની કોઈ કામગીરી કરાતી નથી અને જન્મ મરણ વિભાગ ને અલીગઢી તાળાં મારી દેવામાં આવ્યા છે. હાલ માં રાજય સરકાર ના જન્મ મરણ દાખલા નીકળી રહ્યા છે પૂરા રાજય માં ઈ પોર્ટલ પર ડેટા અપલોડ કરવામાં આવે છે.
ઉપરાંત છેલ્લા ૮ દિવસ થી પોર્ટલ ની કામગીરી જે પહેલા ૧ દાખલો ત્વરિત નીકળતો તે દાખલો મળતા અડધી કલાક જેટલો સમય થાય છે અને લોકોનો સમય અને રોજગારી બને બરબાદ થાય છે. જન્મ મરણ ના દાખલા ન મળતા હોવાને પગલે વિધાર્થી ની જુદી જુદી યોજનાઓ, ફી સહાય, રેશનકાર્ડ, ઈકેવાઈસી અને વીમા જેવા કામો અંગે ભારે હાલાકી ભોગવવી પડે છે. કામગીરી અંગે કોઈ પણ પ્રકારની સૂચના કે પોર્ટલ ની કામગીરી પુનઃ કયારે શરૂ થશે એ પ્રકારની કોઈ જાહેરાત સમગ્ર ગુજરાત ની જનતા, મહાનગરપાલિકા કે નગરપાલિકાના અધિકારીઓ ને કે પદાધિકારીઓ આપવામાં આવી નથી. તેમ પત્રના અંતમાં જણાવાયું છે.
(3:13 PM IST)










