<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

બોલો લ્‍યો...૪૦ વારના મકાનમાં ૬ માળ ખડકી દેવાયા

બેડીનાકા વિસ્‍તારના રહેવાસીઓ કહે છે સમગ્ર બેડીનાકા વિસ્‍તારમાં આશરે ૪૦ જેટલા મકાનોમાં ગેરકાગદે બાંધકામઃ બહારથી અહિં વસવાટ કરવા આવેલા લોકો ગેરકાયદેસર પ્રવૃતિ કરી રહયાં હોવાની પણ ચર્ચા

રાજકોટઃ શહેરમાં સૌથી જુના ગણાતા બેડીનાકા વિસ્‍તારના રહેવાસીઓ ગેરકાયદેસર બાંધકામ અને બહારના રાજયમાંથી આવેલ લોકો દ્વારા થઇ રહેલ ગેરકાયદેસર પ્રવૃતિઓથી ભારે પરેશાન છે.

આ મામલે બેડીનાકા વિસ્‍તારના રહેવાસીઓ દ્વારા આ અગાઉ પણ મ્‍યુનિસીપલ કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી. આમ છતાં કોઇપણ જાતના પગલા લેવામાં આવ્‍યા નથી. આ વિસ્‍તારમાં આશરે ૪૦ મકાનોમાં ગેરકાયદેસર બાંધકામ થયા હોવાનું જણાાવેલ. ખુબ જ જુનો આ વિસ્‍તાર હોય મકાનો નાના હોય તેમાં પણ ચાર પાંચ માળ ખડકી દેવામાં આવ્‍ય છે તો એક આશરે ૪૦ વારના મકાનમં ૬ માળ બનાવી દેવાયા હોવાનું લતાવાસીઓએ જણાવેલ.

બેડીનાકા વિસ્‍તારના રહેવાસીઓએ વધુમાં જણાવેલ કે શહેરના વોર્ડનં.૩ના બેડીનાકા વિસ્‍તારમાં ખાખી હનુમાનવાળી શેરી, કડીયાવાડ શેરી, મુળશંકર શાષાીની શેરી, નકલંક શેરી, કરશનજી મુલચંદની શેરી, દેવકુંવરબા સ્‍કુલવાળી શેરી, બાઇઓના દઢના સ્‍વામીનારાયણ મંદિરવાળી શેરી, ઘેલારામજીની શેરી, દરબાર ગઢના ચોરાવાળી શેરી, હવેલી શેરી, ભટૃ શેરી, લઘુભાના ઉતારાવાળી શેરી, સાયલાના ઉતારાવાળી શેરી, કામેશ્વર ગોપાલજીની શેરી, ખડકીનાકા ચોક વિસ્‍તાર, હળધોળ શેરી, પટવારી શેરી, જેઠા સવજીની શેરી, ખેતશી કાળાની શેરી, બેડીનાકા ટાવરવાળી શેરીઓમાં રાજકોટ શહેરના નિર્માણ વખતના મકાનો આવેલા છે. રાજકોટ શહેરમાં ભુકંપ આવેલો ત્‍યારે ઉપર દર્શાવેલા વિસ્‍તારના મકાનોમાં ભુકંપની અસર થયેલી જેથી રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી એ નવા બાંધકામ માટે ભુકંપ પ્રુફ મકાનોનું બાંધકામ કરવા માટે નિયમો બહાર પાડેલા છે. પરંતુ ઉપરોકત વિસ્‍તારોમાં ભુકંપ આવ્‍યા બાદના સમયમાં જે નવા બાંધકામો થયેલા છે તે બાંધકામો નિયમો મુજબ બાંધકામ થયેલ નથી તેમજ આવા નવા બાંધકામ કરેલા ગેરકાયદેસર બાંધકામવાળા મકાનોમાં બહારના રાજયના લોકો આવી આવા ગેરકાયદેસર બાંધકામવાળા મકાનો ખરીદ કરી તેમાં રહેણાંક ધરાવે છે તેમજ બાંધકામ કરેલા મકાનોમાં વધારેના ગેરકાયદેસર બાંધકામ કરી અને પેઢી દર પેઢીથી વંશ પરંપરાગત રીતે રહેતા લોકોના મકાનોમાં અડચણ થાય તે રીતે બાંધકામ કરી રહયાં છે જેની સામે વર્ષોથી રહેણાંક ધરાવતા લોકોમાં રોષ વ્‍યાપ્ત થયેલો હોય જેથી આવા ગેરકાયદેસર બાંધકામ થતા મકાનોને તોડી-પાડી અને કાયદા મુજબ નવા બાંધકામ કરાવવા અંતમાં જણાવાયું છે.

(3:17 PM IST)