<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

આજી-૧ ડુકુ - ડુકુ : જાન્‍યુઆરી સુધીનો જળ જથ્‍થો

ન્‍યારી-૧ ડેમમાં માર્ચ સુધીનું પાણી : શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા બંને ડેમોમાં બીજા તબક્કાના સૌની યોજના મારફત કુલ ૨૫૦૦ એમ.સી.એફ.ટી નર્મદા નીર ઠાલવવા મનપા તંત્ર દ્વારા સરકારને પાઠવ્‍યો પત્ર

રાજકોટ, તા. ર૮ :  શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-૧ તથા ન્‍યારી-૧ ડેમમાં મનપા દ્વારા સૌની યોજના દ્વારા પાણી ઠાલવવા રાજય સરકારને પત્ર લખી માંગ કરી છે. અગ્રતા મુજબ રપ૦૦ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવા માટે જણાવવામાં આવ્‍યું છે.

પત્રમાં જણાવ્‍યા મુજબ રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મહત્‍વના આજી-૧ તથા ન્‍યારી-૧ ડેમમાં પ-૧૧-ર૦ર૪ સંગ્રહીત જળ જથ્‍થોની વિગતોમાં આજી-૧, કુલ  ૯૧૮.૦૦ એમસીએફટીમાંથી ૯૦૧.પ૦ ઉપલબ્‍ધ છે. રોજ ૧૪પ એમએલડી ઉપાડ છે. જે તા. ૩૧-૧-ર૦રપ સુધી ચાલશે.

આજી-૧ તથા ન્‍યારી-૧ ડેમમાં પ-૧૧-ર૦ર૪ સંગ્રહીત જળ જથ્‍થોની વિગતોમાં આજી-૧, કુલ  ૧ર૪૮.૦૦ એમસીએફટીમાંથી ૧ર૪૮.૦૦ઉપલબ્‍ધ છે. રોજ ૧૪૦ એમએલડી ઉપાડ છે. જે તા. ૩૧-૧-ર૦રપ સુધી ચાલશે.

હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક ૨૦ મીનીટ પાણી વિતરણ માટે રો-વોટરની કુલ જરુરીયાત ૪૨૦ એમએલડી છે. તે પૈકી ૧૩૦ એમએલડી  જી ડબલ્‍યુ. એલ.એલ.  મારફત નર્મદા પાઇપલાઇન યોજના દ્વારા મેળવવામાં આવે છે, અને ૨૯૦ એમએલડી  ઉક્‍ત સ્‍થાનિક જળાશયોમાંથી મેળવવામાં આવે છે.

સ્‍થાનીક જળાશયોમાં તા. પ નવેમ્‍બર સુધી ઉપલબ્‍ધ જળ જથ્‍થાની સ્‍થિતી અંગે આજી-૧ ડેમનાં ડીપ્‍લીશન ચાર્ટ અનુસાર આજી-૧ ડેમ ખાતે ૯૦૧.૫૦ એમ.સી.એફ.ટી. જળ જથ્‍થો ઉપલબ્‍ધ છે, જે હાલનાં ઉપાડ અનુસાર તા.૩૧/૦૧/૨૦૨૫નાં રોજ અંદાજે માત્ર ૩૨૫ એમ.સી.એફ.ટી. ઉપલબ્‍ધ હશે, ન્‍યારી-૧ ડેમનાં ડીપ્‍લીશન આર્ટ અનુસાર આજની તારીખે ડેમમાં ૧૨૪૮.૦૦ એમ.સી.એફ.ટી. જળ જથ્‍થો ઉપલબ્‍ધ છે, જે તા. ૩૧/૦૩/૨૦૨૫નાં રોજ અંદાજે માત્ર ૨૩૦,૦૦ એમ.સી.એફ.ટી. ઉપલબ્‍ધ હશે.

આજી-૧ ડેમ, ડેડ વોટર ખાતે આવેલ ફ્‌લોટીંગ બાર્જ માઉન્‍ટેડ એસ.સી.એફ પમ્‍પના વર્ટીકલ કોલમ પાઇપ લંબાવીને દૈનીક ૮૫ એમ.એલ.ડી રો વોટર મેળવવાનુ રાબેતા મુજબ ચાલુ રહેશે. પરંતુ આજી-૧ ડેમના વાલ્‍વ ટાવર પરથી ગ્રેવીટી દ્વારા આજી પમ્‍પ હાઉસના સંપમા દૈનીક ૬૦ એમ.એલ.ડી રો વોટર મેળવી પમ્‍પીંગ દ્વારા આજી ફીલ્‍ટર પર ટ્રાન્‍સફર કરવામાં આવે છે, જેમાં આજી-૧ ડેમની જળ સપાટીનુ લેવલ ઘટવાથી ગ્રેવીટીથી આજી પમ્‍પ હાઉસ ખાતે મળતા જળ જુથ્‍થામાં ક્રમશઃ ઘટાડો થાય જેની સીધી અસર દૈનીક ૨૦ મીનીટ પાણી વિતરણ વ્‍યવસ્‍થાને થશે.

આગામી એપ્રિલ-મે ૨૦૨પ દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર શાખા નહેરને મરામત માટે બંધ કરવાનું આયોજન હોવાથી, પૂર્વ આયોજનના ભાગ રૂપે પાણીની જરૂરીયાત મુજબ સંગ્રહ વ્‍યવસ્‍થા કરવા કાર્યપાલક ઇજનેરશ્રી, સૌની યોજના, રાજકોટ દ્વારા સંદર્ભ-૧ નાં પત્ર દ્વારા જાણ કરેલ છે.

રાજકોટ શહેરમાં આગામી સાલ ૨૦૨૫નાં ચોમાસાનાં વરસાદ પહેલા આજી-૧ તથા ન્‍યારી-૧ જળાશમાં નવી જળ રાશી ઉપલબ્‍ધ થવા સુધી એટલે કે અંદાજે તા.૩૧/૦૭/૨૦૨૫ સુધી દૈનીક ૨૦ મીનીટ પાણી પુરવઠો સુચારૂ રુપે જાળવી રાખવા માટે સરકારશ્રીની -સૌનીૅ યોજના મારફત આજી -૧ ડેમમાં તા.૧૫/૦૧/૨૦૨૫થી તબક્કાવાર ૧૮૦૦ એમ.સી.એફ.ટી. તથા ન્‍યારી-૧ ડેમમાં તા.૧૫/૦૨/૨૦૨૫થી તબક્કાવાર ૭૦૦ એમ.સી.એફ.ટી. એમ કુલ ૨૫૦૦ એમ.સી.એફ.ટી. જળ જથ્‍થોની આવશ્‍યકતા રહે

(4:09 PM IST)