News of Thursday, 28th November 2024
કિડવાઇનગરના ૩૩ વર્ષિય યુવાન વલ્લભભાઇ મશરૂનું હાર્ટએટેકથી મૃત્યુ
માન સરોવરમાં ફિલ્ટર પ્લાન્ટના કામ વખતે તબિયત લથડીઃ બહેનના ઘરેથી સિવિલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ બીજા બનાવમાં મવડીના વૃધ્ધનું હૃદય બંધ પડી જતાં મોત

રાજકોટ તા. ૨૮: હાર્ટએટેકથી વધુ એક યુવાન સહિત બે લોકોના મૃત્યુ થયા છે. કિડવાઇનગરના ૩૩ વર્ષના યુવાન અને મવડીના ૬૪ વર્ષના વૃધ્ધના હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયા છે.
જાણવા મળ્યા મુજબ કિડવાઇનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા વલ્લભભાઈ વિજયભાઈ મશરૂ (ઉ.વ.૩૩)ના યુવક સાંજે ચારેક વાગ્યે માનસરોવર પાર્કમાં આવેલા બનેવીના ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે ભાઇ અને એક બહેનમાં મોટા તથાઅપરણિત હતા. પોતે ફિલ્ટર પ્લાન્ટ ફિટિંગ કરવાનું કામ કરતા હોઈ ગઈકાલે આજીડેમ ચોકડી નજીક માન સરોવર પાર્ક ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કારખાનામાં ફિલ્ટરનો પ્લાન્ટ ફિટ કરવા માટે ગયા હતા, જ્યાં અચાનક તબિયત લથડતા નજીકમાં જ માનસરોવર પાર્કમાં રહેતાં પોતાના બહેન જાગૃતિબેન વિપુલભારઇ છગના ઘરે ગયા હતાં. પરંતુ ત્યાં તબિયત વધુ લથડતાં હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
બીજા બનાવમાં મવડી પાવર હાઉસ નજીક શગુન પાર્ટી પ્લોટ પાસે ઝૂપડામાં રહેતાં ગાંડાભાઇ ભીખાભાઇ વઢીયારા (ઉ.વ.૬૪) બેભાન થઇ જતાં સિવિલમા દમ તોડી દીધો હતો. તેમને સંતાનમાં બે પુત્રી અને ચાર પુત્ર છે.
(4:08 PM IST)










