News of Thursday, 28th November 2024
પીડીયુ સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે ૭૦ દાતાઓએ રક્તદાન કર્યુ
હેલ્પ ડેસ્ક ટીમ અને અરવિંદભાઈ મણીયાર જન કલ્યાણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમ

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્પિટલની હેલ્પ ડેસ્ક ટીમ અને અરવિંદભાઈ મણીયાર જન કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી પેટ્રીયા હોટેલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્પડેસ્ક અને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ સહીત ૭૦થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું. કેમ્પમાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા, એડી.સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.એચ.સી.કયાડા, પેથોલોજી વિભાગના વડા ડો.ગૌરવી ધ્રુવ, મેડિકલ ઓફિસર અને હેલ્પ ડેસ્ક ટીમના નોડલ ડો.હર્ષદ દૂસરા, બ્લડબેંકના ઇન્ચાર્જ ડો.પારૂલબેન, એચ.આર.મેનેજર ભાવનાબેન સોની તેમજ અરવિંદભાઈ મણીયાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તમામ રક્તદાતાઓને બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કેમ્પને સફળ બનાવવા માટે સિવિલ હોસ્પિટલની હેલ્પ ડેસ્કની ટીમ અને ટ્રસ્ટના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
(3:20 PM IST)










