<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓએ મોરારીબાપુની રામકથાનું રસપાન કર્યુ

લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્‍ટીઓએ પુણ્‍યનું ભાથું બાંધ્‍યું

રાજકોટ, તા. ર૮: સદ્‌ભાવના વૃધ્‍ધાશ્રમ-ટ્રસ્‍ટ દ્વારા રાજકોટના રેસકોર્ષ ખાતે નિઃસંતાન વૃધ્‍ધોના કલ્‍યાણ અર્થે ત્‍થા લાખો વૃક્ષો વાવી અને તેને ઉછેરવાની જવાબદારી સંદર્ભે પૂ. મોરારીબાપુની રામકથાનું ભવ્‍ય આયોજન તા. ૧ ડીસેમ્‍બર, ર૦ર૪ સુધી કરવામાં આવ્‍યું છે. જેમાં આજરોજ વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' ના ટ્રસ્‍ટીઓએ રામકથાનું રસપાન-શ્રવણ કરીને પુણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું.

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચીશ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓ જીતુભાઇ ચંદારાણા, હરીશભાઇ લાખાણી, મુકેશભાઇ પાબારી, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી સહિતના ટ્રસ્‍ટીઓ પરિવારજનો સાથે હાજર રહયા હતા અને પવિત્ર રામકથાનો લ્‍હાવો લીધો હતો. સદ્‌ભાવના ટ્રસ્‍ટ વતી રાજકોટ મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારાએ રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓને આવકાર્યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(3:23 PM IST)