News of Thursday, 28th November 2024
મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ આજે નામ ઉમેરવાનો છેલ્લો દિવસઃ કાલથી ડેટા એન્ટ્રી-વાંધાઓ જોવાશે રાત્રે ૧ર વાગ્યે ઓનલાઇન કામગીરી પણ લોક થશે

રાજકોટ શહેર-જીલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરવા-કમી-સુધારણા-સ્થળાંતર માટેના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છેઃ કાલથી જે તે મામલતદાર-પ્રાંત દ્વારા ડેટા એન્ટ્રી-વાંધાઓ જોવાશેઃ હવે લોકો કાલથી ફોર્મ ભરી શકશે પરંતુ તેમનું નામ જાન્યુઆરીમાં પ્રસિધ્ધ આખરી મતદાર યાદીમાં નહિ સામેલ કરાયઃ જાન્યુઆરી બાદ નવો કાર્યક્રમ આવશે ત્યારે ફોર્મ સ્વીકારાશેઃ રાત્રે ૧ર વાગ્યાથી ઓનલાઇન નામ ઉમેરવાની કામગીરી પણ લોક કરી દેવાશેઃ લોકોને આજે છેલ્લો ચાન્સ.
(3:37 PM IST)










