<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

સરકાર દ્વારા રજીસ્‍ટ્રેશન માટે ઘડવામાં આવેલ નિયમો સામે પ્રિ-સ્‍કૂલ એસો.ની કલેકટરને વિસ્‍તૃત રજૂઆત

બીયુ પરમિશન ન હોય તેવા કિસ્‍સામાં સ્‍ટ્રકચલ સ્‍ટેબિલિટી સર્ટીફિકેટને માન્‍ય રાખો... :લાખો નાના બાળકોનો સવાલ છેઃ નિયમોની સમીક્ષા કરી ફેરફારો કરવા આવેદન

 

રાજકોટ તા. ર૮: ગુજરાત ઇન્‍ડીપેન્‍ડન્‍ટ પ્રિ. સ્‍કૂલ એસો.એ કલેકટરને આવેદન પાઠવી હતી. જેમાં કોઇપણ (રેસીડેન્‍સીયલ, કોમર્શિયલ, એજયુકેશનલ, બી.યુ. પરમિશન માન્‍ય રાખવામાં આવે અને બી.યુ. પરમિશન ન હોવાના કિસ્‍સામાં સ્‍ટ્રકચરલ સ્‍ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્‍ય રાખવામાં આવે પ વર્ષના રજીસ્‍ટર્ડ ભાડા કરારને બદલે સાદો ૧૧ મહિનાનો નોટરાઇઝડ ભાડા કરારની મંજુરી આપવામાં આવે તો આ પ્રશ્‍ન હલઇ થઇ જાય તેવો છે.

ટ્રસ્‍ટ/નોન પ્રોફિટ કંપની/સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્‍શન પણ પ્રિ-સ્‍કૂલની નોંધણી માટે હોવો જોઇએ. તેમ માંગણી ઉઠાવી છે.

આ અત્‍યંત સંવેદનશીલ વિષય હોય આ આ બાબત ઉપર વ્‍યકિતગત ધ્‍યાન આપીને રજીસ્‍ટ્રેશનના નિયમોમાં ફેરફાર કરવા વિનંતી કરવામાં આવે છે. જો આવી આકરી શરતોમાં કોઇપણ રાહત કે ફેરફાર કરવામાં નહીં આવે તો લાખોની સંખ્‍યામાં નાના નાના ભૂલકાઓને એમના ઘરની નજીક માતૃ તુલ્‍ય અને વાત્‍સલ્‍ય પીરસતી પ્રિસ્‍કૂલોમાં સરકારની આકરી નીતિના લીધે એડમિશન નહીં મળવાના કારણે બાળકોનો અભ્‍યાસ અને બૌદ્ધિક તથા માનસિક વિકાસમાં રૂકાવટ આવવાની પૂરેપૂરી શકયતા છે. આવા બાળકોનું ભવિષ્‍ય સુરક્ષિત કરવા માટે અમોને સાથે રાખીને રજીસ્‍ટ્રેશનના નિયમોમાં યોગ્‍ય સમીક્ષા કરીને ન્‍યાયિક ફેરફારો કરવા આપ સાહેબશ્રીને વિનંતી છે.

 

(3:38 PM IST)