તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 28th November 2024
કાલાવડ-સાધુ વાસવાણી-રેસકોર્ષ રીંગ રોડ સહિતના વિસ્તારમાંથી ૭૩૦ બોર્ડ-બેનરો જપ્ત
મનપાની દબાણ હટાવ શાખાનો સપાટો : વિવિધ વિસ્તારના રાજમાર્ગો પર નડતરરૂપ ૩૦૪ રેંકડી, કેબીન, પરચુરણ વસ્તુ જપ્તઃ ૧.૮૧ લાખનો દંડ વસુલાયા

રાજકોટ તા. ર૮ :.. મનપાની દબાણ હટાવ શાખા દ્વારા ૬ દિવસ દરમ્યાન કુલ ૬૮ રેંકડી / કેબીન અને મૅજૂરી વિનાના ૭૩૦ બોર્ડ/બેનરો જપ્ત કર્યા હતાં. તેમજ રૂ.૧,૮૧,૭૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવતા આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૨૦ થી ૨૬/ નવેમ્બર દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
જેમાં મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ ૬૮ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
રૈયાધાર, જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૨૩૬ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્િમનગર નાલા પાસેથી ૧૫૭૬ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડસોરથીયાવાડી પાસે થી રૂ.૪૧,૦૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૧,૪૦,૭૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી મંજૂરી વિનાના ૭૩૦ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
(3:45 PM IST)










