News of Thursday, 28th November 2024
મનપાના સિવિક સેન્ટરમાં રેશનકાર્ડ ઇ-કેવાયસીની કામગીરી થશે
સેન્ટ્રલ, ઇસ્ટ તથા વેસ્ટઝોનમાં આધાર બેઝડ બાયોમેટ્રીક ઇ-કેવાયસીની સુવિધા ઉપલબ્ધ

રાજકોટ તા.૨૮: મ્યુની.કોર્પોરેશનની ત્રણેય ઝોન ઓફિસના સિવિક સેન્ટર ખાતે રેશન કાર્ડ લગત E-KYC સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્રો લગત સેવાઓ કાર્યરત્ત છે.
ઉપરાંત જાહેર જનતાનાં હિતાર્થે મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસનાં સિવિક સેન્ટર ખાતે Aadhaar Based Biometric e-KYCની કામગીરી શરૂ છે. સેન્ટ્રલ ઝોનમાં ડો.આંબેડકર ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, ઢેબરભાઈ રોડ, ઇસ્ટઝોનમાં ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, ફાયર સ્ટેશન પાસે, ભાવનગર રોડ, તથા વેસ્ટઝોનમાં હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, રિલાયન્સ મોલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિત ત્રણેય ઝોન ઓફિસના સિવિક સેન્ટર ખાતે રેશન કાર્ડ લગત E-KYC સુવિધા ઉપલબ્ધ છે.
જે નાગરિકો રેશન કાર્ડ લગત E-KYC કરવા માંગતા હોય તેવા નાગરિકોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ અને રેશન કાર્ડ સાથે રાખવું.(૨.૨૦)
(4:06 PM IST)










