News of Thursday, 28th November 2024
સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણીની સેવાઓની કેસેટનું પૂ. બાપુના હસ્તે વિમોચન

રાજકોટઃં રામકથામાં પૂ મોરારી બાપુ દ્વારા અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી મનુભાઈ વિઠ્ઠલાણી ની સ્વાતંત્ર્ય સમય લડત અને પછી ની જીવન અને યાદગીરી ની કેસેટ નું વિમોચન પૂ બાપુ એ કર્યું અને રાજીપો વ્યક્ત કરેલ અને કહેલ કે સ્વતંત્રતા ના શિરમોર અને જેમને આઝાદી ની લડત માટે કામ ધંધો , કુટુંબ છોડી સ્વાતંત્ર્ય ના હિસ્સો બનેલ તેવા સાક્ષાત શ્રી મનું બાપા ની કેસેટ વિમોચન કરતા આનંદ થાય છે. વિઠ્ઠલાણી કુટુંબ ને આશિર્વાદ આપેલ..તે સમયે સાથે મનું ભાઈ ના પુત્ર અશ્વિનભાઈ અને વિઠ્ઠલાણી કુટુંબ ના તમામ સભ્યો હાજર રહેલ..જે કેસેટ વિમોચન માં બાપુ ના ખાસ સેવક શ્રી જયંતિભાઈ ચાન્દ્રાનો ખાસ સહયોગ મળેલ તેમ અશ્વિનભાઈ વિઠ્ઠલાણીની યાદીમાં જણાવાયું છે.
(3:49 PM IST)










