<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

સહકાર ભારતી દ્વારા ચારેય ઝોનમાં સહકાર સપ્‍તાહની ઉજવણી

રાજકોટ : સહકાર સપ્તાહ નિમિત્તે સહકાર ભારતી રાજકોટ મહાનગર દ્વારા સહકાર સપ્તરંગી ધ્‍વજ આરોહણ, ૪ માં ઝોનમા ભવ્‍ય સહકાર સંમેલન, સ્‍નેહ મિલન અને જુદી જુદી બેંકોનો સંપર્ક જેવા કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા. જેમાં રાજકોટની જુદી જુદી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી, કર્મચારી મંડળી, જુદી જુદી બેંકના ડિરેક્‍ટરો, હાઉસિંગ સોસાયટી, સહકારી અગ્રણીઓની વિશેષ ઉપસ્‍થિતિમાં સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સહકાર ભારતી, રાજકોટ મહાનગરના અર્બન કોપરેટીવ બેંક પ્રકોષ્‍ઠ દીપકભાઇ  પટેલ તથા દીપકભાઇ મકવાણા દ્વારા રાજકોટની સહકારી બેંકોનો સંપર્ક કરી સહકાર ભારતી પરિચય પુસ્‍તિકાનું વિતરણ કરવામાં આવેલ. પ્રથમ દિવસે સવારે સહકાર ધ્‍વજારોહણ ડો. પ્રકાશભાઈ મોઢાના અધ્‍યક્ષસ્‍થાને માધવ શરાફી મંડળી સ્‍વામિનારાયણ મંદિર સામે રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. ર્ંઉત્તર ઝોન ૭૧વિસ્‍તાર કમલેશભાઈ બલભદ્ર કુટુંબ પ્રબોધન સંયોજકે ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી ખાતે જણાવ્‍યું હર્તું કે સહકારી ક્ષેત્રે વિશ્વનું શ્રેષ્‍ઠ સંગઠન છે. લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબે સ્‍થાપના કરેલ હતી. પૂર્વ ઝોન ૬૮ વિસ્‍તાર સ્‍નેહ મિલનમાં પંકજભાઈ રાવલ પૂર્વ પ્રચારક રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ અરિહંત શરાફી સહકારી મંડળી ખાતે જણાવ્‍યું હતું ર્કેં સમરસભાવનું નિર્માણ સહકારી ક્ષેત્રમાં ચાલો સહકાર ભારતી દ્વારા કરીએ. સહકાર ભારતી સમાજજીવન સાથે સંકળાયેલી વિવિધ કો-ઓપરેટીવ સંસ્‍થાને આ જ સમર્પણ અને સેવાના ઉમદાભાવ થકી જોડવાનુ કાર્ય કરે છે. જેમા ગ્રાહક અને સભાસદ બંન્નેના વિકાસની ભાવના નિહિત છે. ર્ંરાજકોટ ના પヘમિ ઝોન-૬૯ વિસ્‍તારમાં સંમેલનને સંબોધતા નરેન્‍દ્ર ભાઈ દવેએ જણાવેલ કે કોઈપણ સંસ્‍થા કે સંગઠનની સફળતાનો આધાર તેના ત્રણ પાયા ઉપર રહેલો છે. સાધ્‍ય, સાધન અને સાધક એ ત્રણ પાયા છે. આપણું  પ્રથમ સાધ્‍ય છે રાષ્‍ટ્રને પરમ વૈભવના માર્ગે લઈ જવાનું. આપણા ધ્‍યેય પ્રાપ્ત કરવા  સહકારી મંડળીઓ દ્વારા થતા નફાને સહકારી મંડળીના દરેક સભ્‍યોને ડીવીડન્‍ડ તથા સભાસદો ભેટ રૂપે સરખા ભાવે વહેંચી દઈએ છીએ. આપણે તો ફક્‍ત ટ્રસ્‍ટીઓ જ છીએ. બીજો પાયો છે સાધન. આપણે સાધનોના શુદ્ધિકરણમાં માનીએ છીએ. મંડળીઓ દ્વારા નાના ધિરાણદારોને સન્‍માનપૂર્વક અપાતી લોન, ઓછું  વ્‍યાજ, સરળતા ભર્યું ધિરાણ અને  પરિવારભાવનાથી કરવામાં આવતો વસુલાત એ આપણા સાધન છે. ત્રીજો મહત્‍વનો પાયો છે સાધક. સાધક  એટલે કે આપણે કાર્યકર્તાઓ, ડિરેક્‍ટર મિત્રો અને મંડળીના કર્મચારીઓ. જો આ લોકો સંસ્‍કારી હશે તો જ આપણે મંડળી દ્વારા કરવામાં આવતા કાર્યને લોકસ્‍વીકળતિ મળશે, પ્રતિષ્‍ઠા મળશે. દક્ષિણ ઝોન ૭૦ વિસ્‍તાર શિવ જ્‍યોત ક્રેડિટ કો ઓપરેટિવસોસાયટી ખાતેના સંમેલનના મુખ્‍ય વક્‍તા સહકાર ભારતીના પૂર્વ પ્રાંત મહામંત્રી વિનોદભાઈ બરોચીયાએ જણાવ્‍યું કે સહકારથી સમળદ્ધિ લાવી ચાલો ભારતને વિશ્વ ગુરુ બનાવીએ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહકાર ભારતીના રાજકોટ મહાનગરની ટીમ તેમજ જુદા જુદા ઝોન કમિટીની ટીમ જહેમત ઉઠાવી હતી તેમ સહકાર ભારતી રાજકોટ મહાનગર અધ્‍યક્ષ ડો. એન. ડી. શીલુ અને મહામંત્રી જયેશ સંઘાણી (મો.૯૪૨૮૨ ૦૦૫૨૦) ની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(3:50 PM IST)